પોલીસે 54 લાખ રોકડ પકડી, ડ્રાઈવરે કહે- હું રોકડ રાખી શકું મેં કોઈ ગુનો નથી કર્યો

PC: etvbharat.com

રાજ્યમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસન ચારે બાજુથી સંપૂર્ણ રીતે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીની આગલી રાત્રે ડુંગરપુર જિલ્લાના બિછીવાડા પોલીસ સ્ટેશને ઓપરેશન જેકપોટ હેઠળ એક કારમાંથી રૂ. 54.30 લાખની રોકડ મળી આવી છે. આરોપીઓએ આટલી મોટી રોકડ એક બંડલમાં ભરીને કારમાં સંતાડી દીધી હતી. તે પકડાતાની સાથે જ ડ્રાઈવર પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. ડ્રાઈવરે કહ્યું કે, મેં કોઈ ગુનો કર્યો નથી. હું ગમે તેટલી રોકડ રકમ રાખી શકું છું. પોલીસે તેની ધરપકડ કરી છે.

રાજસ્થાનમાં આચારસંહિતા લાગુ છે. ભયમુક્ત ચૂંટણી કરાવવા માટે પોલીસ અને CRPFના જવાનો ચેકિંગ પોઈન્ટ પર આવતા-જતા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના કારણે રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. SP કુંદન કવરિયાએ જણાવ્યું કે, ઓપરેશન જેકપોટ હેઠળ રતનપુર ચોકીની સામે વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉદયપુર તરફથી આવી રહેલી એક ઈકો કારને રોકીને પૂછપરછ કરતા ડ્રાઈવર પોપટલાલ કલાલ પુત્ર જીતેન્દ્ર કુમાર, રહેવાસી, પલસિયા પોલીસ સ્ટેશન, ખેરવારા જિલ્લો, ઉદયપુર હોવાનું જણાવ્યું હતું.

જ્યારે પોલીસે કારની તપાસ કરી તો તેણે પોલીસ સાથે ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. ઘણી સમજાવટ પછી પણ તે શાંત ન થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની પાસે વાહનના દસ્તાવેજો પણ મળ્યા ન હતા. ચેકિંગ દરમિયાન પોલીસને એક મોટું બંડલ મળી આવ્યું હતું. જેના પર એક પ્લાસ્ટિકની ટેપ લપેટેલી હતી. પોલીસે જ્યારે બંડલ ખોલીને જોયું તો તેમાં 500, 200 અને 100 રૂપિયાની નોટો મળી આવી હતી. પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, જપ્ત કરાયેલી રકમમાંથી પોલીસે રૂ. 500ની 10790 નોટો, રૂ.200ની એક નોટ, રૂ.100ની 351 નોટો, રૂ.50ની એક નોટ અને રૂ.10ની બે નોટો મળી આવી છે. નોટ મળતાં ડ્રાઈવરે કહ્યું કે, પોલીસવાળા આ રીતે શું ચેક કરે છે?

આરોપીએ કહ્યું કે, મેં કોઈ ગુનો કર્યો નથી. હું ગમે તેટલી રોકડ રકમ લઈ જઈ શકું છું. બિછીવાડા પોલીસ સ્ટેશનના અધિકારી મદનલાલે જણાવ્યું કે, નોટો ગણ્યા પછી તે 54 લાખ 30 હજાર 370 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસે નોટ રાખવા અને ક્યાં લઇ જવા અંગે કોઈ જવાબ નહોતો. જેના પર પોલીસે શાંતિ ભંગના આરોપમાં આરોપી જીતેન્દ્ર કુમારની રોકડ સાથે ધરપકડ કરી છે. પોલીસ રોકડ અંગે પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp