સાપનો જીવ બચાવવા પોલીસકર્મીએ આપ્યો મોઢાથી CPR, જુઓ Video

PC: ndtv.com

સાપ કેટલો ખતરનાક જીવ છે તે સૌ કોઇ જાણે છે. જ્યારે પણ આ જીવ માનવીની સામે આવે છે તો તેની રૂહ કંપી જાય છે. ભલે તે જીવ ઝેરીલો હોય કે ન હોય, માત્ર તેને જોઇ ડર લાગી આવે છે. પણ શું તમે ક્યારેય કોઇને સાંપનો જીવ બચાવતા જોયો છે. હાલમાં જ એક પોલીસકર્મીએ આવું જ કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યો છે અને સૌ કોઇ તેમની બહાદુરી અને માનવતાની પ્રશંસા કરી રહ્યા છે.

મધ્ય પ્રદેશના નર્મદાપુરમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં એક પોલીસ કોન્સ્ટેબલ મોઢા દ્વારા ઓક્સીજન આપી સાપને સીપીઆર આપવાની કોશિશ કરતો જોવા મળી રહ્યા છે. વાત એ છે કે, સેમરી હરચંદની તવા કોલોનીમાં પોલીસકર્મી અતુલ શર્માને સાપની મોજૂદગીની સૂચના મળી હતી. જણાવીએ કે, અતુલ શર્મા 2018થી લઇ અત્યાર સુધીમાં લગભગ 500થી વધારે સાંપોનું રેસ્ક્યૂ કરી ચૂક્યા છે. તેમણે સાંપોને રેસ્ક્યૂ કરવાનું જાતે ડિસ્કવરી ચેનલ જોઇ શીખ્યા છે.

અતુલ શર્માને જાણકારી મળી કે, સાંપ પાણીની પાઈપલાઇનમાં હતો. જેને કાઢવા માટે લોકોએ પાઇપલાઇનમાં કીડનાશકને પાણીમાં ભેળવી પાઇપલાઇનમાં નાખ્યું હતું. જેને લઇ સાંપ બેભાન થઇ ગયો. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઇ શકાય છે કે સાંપ અચેત અવસ્થામાં છે. જેને પોલીસ કોન્સ્ટેબલ ઉઠાવે છે અને પછી ફણથી મોઢું લગાવીને સાંપને સીપીઆર આપવા લાગે છે.

સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ખાસ્સો વાયરલ થઇ રહ્યો છે. ઘણાં લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. એક બાજુ જ્યાં અમુક લોકો આ વીડિયોને જોઇ હેરાનીમાં છે તો અમુક લોકો પોલીસકર્મીની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેસ્ટીસાઇડ પીવાથી સાપ જીવ ગુમાવી શકતો હતો. ત્યારે વીડિયોમાં દેખાઇ રહેલા અતુલ શર્માએ સાપના મોઢામાં હવા ભરી અને તેનો જીવ બચાવ્યો. જણાવીએ કે, આ સાપ ઝેરીલો નહોતો. આ એક રેટલ સ્નેક કે ધમન સાપ છે. થોડા સમય પછી સાપ ભાનમાં આવે છે અને જતો રહે છે. સાપને સંપૂર્ણ રીતે ભાનમાં આવવામાં 1 કલાકનો સમય લાગ્યા. આ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp