ગુરુદ્વારામાં ફાયરિંગ, નિહંગ સિખે લીધો એક પોલીસકર્મીનો જીવ, 5 ઇજાગ્રસ્ત

PC: hindustantimes.com

ગુરુવારે સવારે કપૂરથલાના સુલ્તાનપુર લોધીમાં નિહંગ સિખો સાથે ઘર્ષણમાં પંજાબ પોલીસના એક કોન્સ્ટેબલનું મોત થઈ ગયું, જ્યારે 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ જયપાલ સિંહના રૂપમાં થઈ છે. જે સુલ્તાનપુર લોધી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. મુખ્ય ગુરુદ્વારા બેર સાહિબ સામે સ્થિત ગુરુદ્વારા શ્રી અકાલ બુંગા પર નિયંત્રણને લઈને 2 નિહંગ ગ્રુપ છેલ્લા 3 દિવસોથી સામસામે હતા. ગુરુવારે સવારે સ્થિતિ ત્યારે બગડી ગઈ, જ્યારે પોલીસે માન સિંહના નેતૃત્વવાળા નિહંગ ગ્રુપ સાથે ગુરુવારા ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો.

તેમના સભ્યોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું અને 5 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા, જેઓ હાલમાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ છે. 27 નવેમ્બરના રોજ પ્રથમ સિખ ગુરુ નાનક દેવની જયંતી અગાઉ વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ, ભારે હથિયારોથી લેસ નિહંગ સિખોએ ગુરુદ્વારાને અંદરથી બંધ કરી દીધા હતા છે. પોલીસે આખા વિસ્તારની બેરિકેડિંગ કરી દીધી છે અને નિહંગ ગ્રુપ પાસેથી કબજો ખાલી કરાવવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુરુદ્વારા પર પટિયાલા સ્થિત બાબા બુડ્ઢા દળ બલબીર સિંહનો કબજો હતો, પરંતુ 21 નવેબરના રોજ તેમનો વિરોધી ગ્રુપ માન સિંહે ગુરુદ્વારાના બે કર્મચારીઓ સાથે નિર્દયી રીત મારામારી કરીને ગુરુદ્વારા પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. પોલીસ દ્વારા અગાઉ 21 નવેમ્બરના રોજ હત્યાના પ્રયાસ અને IPCની અન્ય કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે અને બુધવારે માન સિંહ ગ્રુપના 10 નિહંગોની ધરપકડ કરી લીધી છે.

બંને ગ્રુપમાં વર્ષ 2020માં પણ ઘર્ષણ થયું હતું, જેમાં એક નિહંગનું મોત થઈ ગયું હતું. નિહંગ સિખ યોદ્ધાઓનું એક ગ્રુપ છે, જેની સ્થાપના 1699માં ગુરુ ગોવિંદ સિંહ દ્વારા ખાલસાના નિર્માણથી થઈ છે. તેઓ પોતાના બ્લૂ વસ્ત્ર અને સજેલી પાઘડીથી ઓળખાય છે. તેઓ મોટા ભાગે તલવાર અને ભલા જેવા હથિયાર લઈને ચાલે છે. વર્ષ 2020માં નિહંગ પ્રદર્શનકારીઓએ પટિયાલામાં એક પોલીસ અધિકારીનો હાથ કાપી દીધો હતો. ત્યારે કોરોના લોકડાઉન લગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp