જેમની ઇમરજન્સી સેવાની જવાબદારી હતી, એવા પોલીસવાળા જ દારૂ પીતા હતા, વીડિયો વાયરલ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશ પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે પોલીસકર્મીને ઇમરજન્સી સેવા માટે રાખ્યા છે, તેઓ ચોકીમાં જ દારૂ પીતા હતા. હવે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે કાર્યવાહી થઇ શકે છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં ડાયલ 112 પર તૈનાત પોલીસકર્મીઓ નો દારૂ પીતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હવે આ વિસ્તારના સર્કલ ઓફિસરે કહ્યું છે કે વીડિયોની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે અને તે જાણવામાં આવી રહ્યું છે કે શું તેમણે ડ્યુટી દરમિયાન દારૂ પીતો હતો કે ડ્યુટી પૂરી થયા બાદ. તેમણે કહ્યું કે, તેઓ દોષિત સાબિત થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કેટલાક પોલીસકર્મીઓ દારૂ પીતા હોવાની તસવીર વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ તસવીર ઔરૈયા જિલ્લામાં ડાયલ 112માં કામ કરતા પોલીસકર્મીઓની બતાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ડાયલ 112માં પોસ્ટ કરાયેલા કોન્સ્ટેબલ સૌથી પહેલા દારૂના ઠેકા પર જોવા મળે છે.

એ પછી આ પોલીસ કર્મીઓ કઇંક નાસ્તો ખરીદતા નજરે પડે છે. એ પછી તેઓ ડાયલ 112 કારમાં બેસે છે અને કારને પાર્ક કરીને એક ટીન શેડની નીચે બેસીને અન્ય લોકોની સાથે દારૂ પીવા બેસે છે. કોઇકે આ પોલીસની જાણ બહાર વીડિયો ઉતારી લીધો હતો અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

વીડિયો વાયરલ થયા પછી ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ કરી રહી છે. વીડિયો વાયરલ થયા પછી સર્કલ ઓફિસર પ્રદિપ કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાંક પોલીસ કર્મીઓ ખાતા-પીતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોની સત્યતા તપાસવામાં આવશે. પોલીસકર્મીઓ ફરજ વખતે દારૂ પીતા હતા કે ફરજ પુરી થયા પછી. તે વિશે તપાસ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં પહેલાં ડાયલ 100ની સેવા હતી તે 4 વર્ષ પહેલાં બંધ કરી દેવામાં આવી હતી અને તેને બદલે ડાયલ 112 સેવા શરૂ કરવામાં આવી હતી. અનેક દેશોમાં ઇમરજન્સી સેવા માટે 112 નંબર રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આંતરાષ્ટ્રીય માપદંડ મુજબ બદલાવ કરવામાં આવ્યો હતો. ડાયલ 112ની સેવા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, SDRF જેવી સેવાઓ માટે થાય છે.

હવે તમે વિચારો કે કોઇને ઇમરજન્સીનું કામ હોય અને પોલીસની તાકીદની જરૂર હોય તો આ પોલીસ વાળા કેવી રીતે પહોંચી શકવાના? ધારો કે પહોંચે પણ ખરા તો શું દારૂ પીને ઇમરજન્સી સેવા કરવા જશે? ભલે ડ્યુટી પછી દારૂ પીતા હોય તો 112નો ઉપયોગ ન કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp