પંકજા મુંડેની ભાજપને ચેતવણી, મને ટિકિટ ન આપવી પાર્ટી માટે...

PC: facebook.com/PankajaGopinathMunde

ભારતીય જનતા પાર્ટીના નેતા પંકજા મુંડેએ તાજેતરમાં ઇશારા ઇશારામાં પોતાની પાર્ટીને સીધો પડકાર ફેંકી દીધો છે. પંકજાએ કહ્યું કે 2024માં મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ટિકીટ નહીં આપવાનો નિર્ણય કોઇ પણ રાજકીય પાર્ટી માટે સારો નહીં હોય. તમને જણાવી દઇએ કે પંકજા મુંડે ભાજપના દિવગંત નેતા અને નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ગોપીનાથ મુંડેની દીકરી છે.

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પદ સંભાળી ચૂકેલા પંકજા મુંડેએ એક ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, મારી પાર્ટી મને ચૂંટણીમાં કેમ નહીં ઉતારશે? મારા જેવા ઉમેદવારને ચૂંટણીની ટિકિટ ન આપવી એ કોઈપણ પક્ષ માટે સારો નિર્ણય નથી. જો તે આવો નિર્ણય લેશે તો તેણે લોકોના સવાલોના જવાબ આપવા પડશે.

પંકજાને તેમના પિતરાઈ ભાઈ અને NCP નેતા ધનંજય મુંડેએ 2019માં  પાર્લી વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. પંકજાએ એમ પણ કહ્યું હતું કે તે કોઈ નવા મતવિસ્તારની શોધમાં નથી. તેમણે તેમની બહેન, લોકસભાના સભ્ય પ્રીતમ મુંડેને બદલવાની શક્યતાને પણ નકારી કાઢી હતી.

NCP નેતા સુપ્રિયા સુલે દ્રારા પંકજા મુંડે માટે કરવામાં આવેલી સહાનુભુતી ટીપ્પણી પર પંકજાએ કહ્યુ કે, કદાચ તેઓ હજુ પણ એ જ સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે જેનાથી લગભગ 10-12 વર્ષ પહેલાં હું પસાર થઇ હતી. નોંધનીય છે કે, ધનંજય મુંડે હવે NCPના અજિત પવાર જૂથ સાથે છે, જેણે શરદ પવાર સામે બળવો કર્યો હતો અને શિવસેના-ભાજપ-NCP સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

ભાજપ નેતા પંકજા મુંડેએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે તેમના પરિવાર દ્રારા નિયંત્રિત એક સહકારી ખાંડ મિલને GST વિભાગ તરફથી નોટીસ મળી છે. પંકજાએ કહ્યું હતું કે આ ઘટના બે-ત્રણ મહિના પહેલા થઇ હતી અને હમણાં પણ થઇ છે. હું આની પર સકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છું.

ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડેએ તાજેતરમાં દાવો કર્યો  હતો  કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને પણ મુંબઈમાં ઘર નહોતું મળી શક્યું. મુંડેએ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કર્યું અને દાવો કર્યો કે સરકારી ઘર છોડ્યા પછી જ્યારે તે મુંબઈમાં ઘર શોધી રહી હતી ત્યારે તેણે સમાન ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ નેતાએ કહ્યું કે તેઓ મરાઠી હોવાને કારણે તેમને ઘણી જગ્યાએ ઘર મળી શક્યું નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp