અંબાણીના પ્રસંગમાં હાજરી આપવા પોલાર્ડ PSL છોડીને આવી ગયો, આ પાકિસ્તાની ભડક્યો

PC: indiatvnews.com

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર કિરોન પોલાર્ડ પાકિસ્તાન સુપર લીગ (PSL) અધવચ્ચે છોડીને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના સમારોહમાં ભાગ લેવા ભારત પહોંચી ગયા છે. કિરોન પોલાર્ડના આ પગલાને કારણે સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સુપર લીગની મજાક ઉડાવવામાં આવી રહી છે. આના પર એક પાકિસ્તાની સ્પોર્ટ્સ પત્રકારે સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું, 'પોલાર્ડ PSL અધવચ્ચે છોડીને અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા ભારત પહોંચ્યો હતો. શું કોઈ ખેલાડી IPL અધવચ્ચે છોડીને પાકિસ્તાન જશે?'

આ પહેલીવાર નથી જ્યારે કોઈ વિદેશી ખેલાડીએ ભારતમાં કોઈ ઈવેન્ટમાં ભાગ લેવા માટે PSL અધવચ્ચે જ છોડી દેવાનો નિર્ણય કર્યો હોય. બે વર્ષ પહેલા, એન્ડી ફ્લાવરે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ભારતમાં IPL મેગા હરાજીમાં ભાગ લેવા માટે PSL અધવચ્ચે છોડી દીધું હતું.

કિરોન પોલાર્ડ ભારતના જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના સમારોહમાં હાજરી આપવા PSLમાંથી ચાર દિવસની રજા પર છે. કિરોન પોલાર્ડ જે મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ પણ છે, તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે લાંબા સમયથી જોડાયેલા છે. પ્રથમ વખત તે 2010માં MI તરફથી IPLમાં રમ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના જામનગરમાં યોજાનાર અનંત અંબાણીના લગ્ન પહેલાના સમારોહમાં હાજરી આપવા માટે ઘણા ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિરોન પોલાર્ડ ઉપરાંત મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, MS ધોની, ઝહીર ખાન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, ડ્વેન બ્રાવો સહિત ઘણા ક્રિકેટરોની જામનગર પહોંચેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, પોલાર્ડ PSL 2024માં કરાચી કિંગ્સ ટીમનો ભાગ છે. કરાચીની ટીમ અત્યારે 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. ટીમે 5માંથી ફક્ત 2 જ મેચ જીતી છે, જ્યારે 3માં હારનો સામનો કરવો પડ્યો છે. કિરોન પોલાર્ડ આ PSL સિઝનમાં કરાચી કિંગ્સ માટે શાનદાર ફોર્મમાં છે. તે પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. અત્યાર સુધી કિરોન પોલાર્ડે PSLની પાંચ મેચમાં 98ની એવરેજ અને 161ની સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp