આ પૂનમ પાંડે તો જબરી નિકળી, મોતના ફેક સમાચાર માટે મહિનાઓથી તૈયારી કરી હતી

PC: twitter.com

સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે પૂનમ પાંડેએ જે સ્ટંટ કર્યો તેમાં હવે નવી જાણકારી સામે આવી છે. જાણવા મળેલી માહિતી મુજબ પૂનમે પોતાના જ મોતના ફેક ન્યૂઝ ફેલાવવા માટે મહિનાઓથી તૈયારી કરી હતી. આવું એટલા માટે છે કે, પૂનમે 3 ફેબ્રુઆરીએ સામે આવીને પોતાની જે વેબસાઇટ www.poonampandeyisalive.com વિશે જણાવ્યું, તે વેબસાઇટનું ડોમેન મહિનાઓ પહેલાંથી રજિસ્ટર્ડ થયેલું છે. પૂનમે દાવો કર્યો હતો કે, તેણીએ આ વેબસાઇટ સર્વાઇકલ કેન્સર વિશે જાણકારી આપવા, જાગૃતતા ફેલાવવા માટે લોંચ કરી છે.

ઇન્ડિયા ડુ ડેના એક અહેવાલ મુજબ પૂનમ પાંડેની વેબસાઇટનું ડોમેન રજિસ્ટ્રેશન 18 જુલાઇ, 2023ના દિવસે થયેલું છે. જેના પરથી એવી ધારણા છે કે પૂનમ પાંડે પોતાના મોતના ખોટા સમાચાર ફેલાવવા માટે મહિનાઓથી તૈયારી કરી રહી હતી.

ડોમેન એક યૂનિક વેબ આઇજેન્ટિફિકેશન હોય છે જેનો ઉપયોગ વેબસાઇટ, ઇ-મેલ સર્વર અને બીજા નેટવર્ક સાથે જોડાયેલી સેવાઓની ઓળખ કરવાનું છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું પૂનમ ખરેખર પોતાના મોતના ફેક સમાચાર ફેલાવીને કેન્સર પ્રત્યે અવેરનેસ ફેલાવવા માંગતી હતી? જેનો જવાબ છે કે, એવું લાગતું નથી.

પૂનમ પાંડેના અનેક સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવાથી જાણવા મળ્યું કે વર્ષ 2013માં ફિલ્મ ‘નશા’થી બોલિવુડમાં ડેબ્યુ કરનારી પૂનમે 11 વર્ષથી ક્યારેય પણ સર્વાઇકલ કેન્સર વિશે વાત કરી નથી. ત્યાં સુધી જાણવા મળ્યું કે પૂનમે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ક્યારેય પણ આરોગ્ય સંબંધિત કોઇ વાત કરી નથી. પૂનમના ઇન્સ્ટાગ્રામ, x પ્લેટફોર્મ કે યુટયુબ ચેમલ પર પણ ‘સ્વાસ્થ્ય’, ‘કેન્સર’, ‘સર્વાઇલ કેન્સર’ જેના કીવર્ડ વાળી એક પણ પોસ્ટ મળી નથી.

જ્યારે કોઈ વેબસાઈટ કોઈ ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવે છે, ત્યારે તેના URL માં ચોક્કસપણે તે વિષયને લગતા કીવર્ડ્સ હોય છે. જેથી કરીને સર્ચ એન્જિન ચોક્કસ વેબસાઈટને વધુ સારી રેન્કિંગ આપી શકે. પરંતુ પૂનમની વેબસાઈટના URLમાં સર્વાઈકલ કેન્સર જેવો કોઈ કીવર્ડ જોવા મળ્યો ન હતો. તેનાથી વિપરિત, પૂનમની આ વેબસાઈટના URLમાં કીવર્ડ Poonam is alive કીવર્ડ છે

આ ઉપરાંત વેબસાઇટ પર ઉતાવળમાં કરવામાં આવેલા મોડિફિકેશન પણ સ્પષ્ટ સમજમાં આવી રહ્યા છે.સર્વાઇઝર સ્ટોરી સેક્શનમાં દિલ્હીની સંગીતા ગુપ્તાની બિમારીનું સ્ટેટમેન્ટ છે. જેનું કોન્ટેન્ટ અમેરિકન કેન્સર સોસાયટીના ડોક્યુમેન્ટ પરથી સીધું કોપી પેસ્ટ કરવામાં આવ્યું છે.

સર્વાઇકલ કેન્સર એ વિશ્વમાં કેન્સરનો ચોથો સૌથી સામાન્ય પ્રકાર છે. આના કારણે મહિલાઓના મૃત્યુમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. એક અંદાજ મુજબ, ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 80 હજારથી વધુ કેસ નોંધાય છે. જ્યારે 35 હજાર મહિલાઓ આના કારણે મૃત્યુ પામે છે. પરંતુ હવે સર્વાઇકલ કેન્સર સામેની પ્રથમ સ્વદેશી રસી બનાવવામાં આવી છે.

આ વેક્સીનને પુણેની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે. તેને 'CERVAVAC' નામ આપવામાં આવ્યું છે. દેશમાં બનેલી સર્વાઇકલ કેન્સર માટેની આ પ્રથમ વેક્સીન છે. એવો દાવો કરવામાં આવે છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની CERVAVAC ટ્રાયલ તમામ વય જૂથોની મહિલાઓ પર અસરકારક સાબિત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp