બટેટાને પગથી કચડીને બનાવાતા હતા સમોસા, સેમ્પલ લેવાયા, જુઓ વીડિયો

PC: oneindia.com

મધ્ય પ્રદેશના પન્નામાં સમોસાના બેટેટાને પગથી કચડીને મસાલો બનાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ ખબર પ્રશાસન સુધી પહોંચી તો ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ ઘટનાની તપાસ કરવા પહોંચી ગઈ. અધિકારીઓનું કહેવું છે કે સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, વાયરલ વીડિયો અજયગઢના ચાટ ચટકારા દુકાનનો બતાવવામાં આવી રહ્યો છે, જે 2 દિવસ જૂનો છે.

સમોસા ખાવાના શોખીન લોકો અજયગઢની જે ચટોરી ચટકારા દુકાનમાં લાઇન લગાવીને ટોકન લઈને સમોસા ખાય છે એ લોકો વીડિયો જોઈને હેરાન છે. દુકાનમાં ખાવા-પીવાની વસ્તુઓમાં સ્વચ્છતાનો કેટલો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે, તેનો અંદાજો વીડિયો જોઈને લગાવી શકાય છે. સમોસાની દુકાનમાં બટેટાને કર્મચારી પગ નીચે કચડી રહ્યો છે. ત્યારબાદ દુકાનમાં પગથી કચડીને બટેટાનો મસાલો તૈયાર કરવામાં આવે છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે દુકાનમાં કોઈ વ્યક્તિએ આ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો હેરાન રહી ગયા. હવે આ દુકાનનો માલિક આ ઘટનાને લઈને કંઇ પણ કહેવાથી બચી રહ્યો છે. લોકોનું કહેવું છે કે એવા દુકાનદાર જેના પર સામાન્ય જનતા ભરોસો કરી રહી છે અને પૈસા ખર્ચ કરી રહી છે એવા દુકાનદાર પગથી કચડીને ખાદ્ય સામગ્રી ખવાડી રહ્યા છે.

વીડિયો સામે આવ્યા બાદ હવે ખાદ્ય સુરક્ષા વિભાગની ટીમ તપાસ માટે પહોંચી. વાયરલ વિયોમાં હોટલ કર્મચારી બટેટાને પગથી કચડતો નજરે પડી રહ્યો છે. ખાદ્ય સુરક્ષા અધિકારી રાજેશ રાયે કહ્યું કે, દુકાનની વીડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. દુકાનદારની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, દુકાનદાર કહી રહ્યો છે કે કાચા બટેટા હતા, તેના પર માટી લાગી હતી, તેને સાફ કરવામાં આવી રહી હતી. અમે બટેટાથી બનેલી સામગ્રીના સેમ્પલ લઈ લીધા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp