મહારાષ્ટ્રમાં પ્રકાશ આંબેડકરે જે સ્ટેન્ડ લીધું, ઉદ્ધવ સહિત કોંગ્રેસ ટેન્શનમાં

PC: hindustantimes.com

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટે ટિકિટની ફાળવણી પર NDA અને INDIA બંને ગઠબંધનોમાં ખેચતાણ ચાલી રહી છે. બુધવારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)ના ઘટક દળોના નેતાઓ અને વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકર વચ્ચે રાજ્યની 48 લોકસભા સીટોની ફાળવણી પર મુંબઈની એક હોટલમાં બેઠક થઈ હતી. આ બેઠક લગભગ સાઢા ત્રણ કલાક ચાલી, પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું. જાણકારો મુજબ, આ બેઠકમાં પ્રકાશ આંબેડકારે એવી 2 શરતો રાખી દીધી, જેનાથી MVAના 2 મોટા નેતા ટેન્શનમાં આવી ગયા છે.

આંબેડકરે એ બેઠકમાં રાજ્યની કુલ 48 લોકસભા સીટોમાંથી 17 સીટોની માગ કરી દીધી. એટલું જ નહીં આંબેડકરે અકોલા, અમરાવતી, ડિંડોરી, રામટેક અને મુંબઈની એક સીટ પર પણ દાવો ઠોક્યો. એ સિવાય આંબેડકરે સાંગલી અને વર્ધા સીટો પર સીટ શેરિંગ અગાઉ જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યાં સામાન્ય રીતે કોંગ્રેસ ચૂંટણી લડે છે. તેનાથી MVA ઘટક દળો કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ગ્રુપ) અને NCP (શરદ પવાર) સામે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.

પ્રકાશ આંબેડકારે એ બેઠકમાં એક અનોખી શરત પણ રાખી દીધી છે, જે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે ટેન્શન આપનારી છે. બેઠકમાં પ્રકાશ આંબેડકરે શરત રાખી કે ગઠબંધનના બધા સહયોગી દળોએ એ લેખિત રૂપે આપવું પડશે કે ચૂંટણી બાદ ભાજપ સાથે કોઈ ગઠબંધન નહીં કરે. પ્રકાશ આંબેડકરે આ મુદ્દો એટલે ઉઠાવ્યો કેમ કે મહારાષ્ટ્રના રાજકીય ગલિયારામાં એ ચર્ચા ચાલી રહી છે કે MVAના કેટલાક ઘટક દળ ભાજપ સાથે વાતચીત કરી રહ્યા છે. બેઠક બાદ વંચિત બહુજન અઘાડીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકલેએ કહ્યું કે, તેમની પાર્ટી બેવડા માનાંકો વિરુદ્ધ છે. એટલે પ્રકાશ આંબેડકરે સહયોગી પાર્ટીઓ સામે મુદ્દો ઉઠાવ્યો છે.

તેમણે કહ્યું કે, આંબેડકર ભાજપને કેન્દ્રની સત્તામાંથી હટાવવા માટે પ્રતિબદ્ધ છે. એટલે બધા ભાગીદારોને પણ એવી જ પ્રતિબદ્ધતા દેખાડવાની જરૂરિયાત છે. આ દરમિયાન શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે, MVAના ઘટક દળો વચ્ચે રાજ્યની 48 લોકસભા સીટમાંથી કોઈ પર પણ વિવાદ હોવાનો ઇનકાર કર્યો. તેમણે બેઠકમાં સામેલ થયા બાદ સંવાદદાતાઓને કહ્યું કે, સીટ વહેચણીના ફૉર્મ્યૂલાના વિવરણ MVA સભ્યો દ્વારા સંયુક્ત રૂપે ઘોષિત કરવામાં આવશે, પરંતુ તેમણે આ સંબંધમાં કોઈ સમયસીમા બતાવવાનો ઇનકાર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp