પ્રશાંત કિશોર બાદ યોગેન્દ્ર યાદવે પણ જણાવ્યું BJPvs કેટલી સીટો મળશે

PC: businesstoday.in

લોકસભાની ચૂંટણી જેમ જેમ પોતાના અંતિમ પડાવ તરફ જઇ રહી છે. રાજનીતિક વિશ્લેષક પોત પોતાના દવાઓ સાથે સામે આવવા લાગ્યા છે. આ દરમિયાન ચર્ચિત રાજનીતિક વિશ્લેષક પ્રશાંત કિશોર 24 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યોગેન્દ્ર યાદવનો વીડિયોનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે, જેમાં યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણી પરિણામોની ભવિષ્યવાણી કરી હતી.

પ્રશાંત કિશોરે યોગેન્દ્ર યાદવની ભવિષ્યવાણીવાળા વીડિયોના સ્ક્રીનશોટ સાથે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘દેશમાં ચૂંટણી અને સામાજિક રાજનીતિક વિષયોની સમજ રાખનારમાંથી એક વિશ્વસનીય ચહેરો યોગેન્દ્ર યાદવજીએ 2024ની લોકસભાની ચૂંટણીનું પોતાનું ફાઇનલ આકલન શેર કર્યું છે. યોગેન્દ્રજી મુજબ, આ ચૂંટણીમાં ભાજપને 240-260 અને NDAની સાથી પાર્ટીઓને 35-45 સીટો મળી શકે છે એટલે કે BJP/NDAને 275 થી 305 સીટો. દેશભરમાં સરકાર બનવા માટે 272 સીટો જોઈએ છે અને આ લોકસભામાં BJP/NDAની 303/323 સીટો છે. હવે પોતે આકલન કરી લો કે કોની સરકાર બની રહી છે. બાકી 4 જૂને ખબર પડી જશે કે કોણ કોની વાત કરી રહ્યું છે.

આ અગાઉ 21 મેના રોજ પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, ભાજપ માટે પોતાના દમ પર 370 સીટો હાંસલ કરવાનું અસંભવ હશે અને NDAને 400 સીટો નહી મળે. જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઘણા નેતા દાવો કરી રહ્યા છે. જો કે, આગળ તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ 270ના આંકડાથી નીચે પણ નહીં રહે. તેમણે દાવો કર્યો કે, ભાજપને ઉત્તર અને પશ્ચિમમાં કોઈ મોટો ઝટકો લાગી રહ્યો નથી, જ્યારે દક્ષિણ અને પૂર્વમાં તેની સીટો વધશે.

યોગેન્દ્ર યાદવે પણ કેરળથી લઈને ઓરિસ્સા સુધી વોટ અને સીટ બંનેમાં ભાજપને લીડ મળવાની ભવિષ્યવાણી કરી છે.  જો કે, તેમણે એ પણ જોડ્યું કે લાભ એટલો મોટો નહીં હોય જેટલો ભાજપ આશા કરી રહી છે. તેમણે જણાવ્યું કે, કેરળ, તામિલનાડુ, પૂડુચેરીમાં ભાજપની 2 સીટો વધશે અને સહયોગી પાર્ટી પણ 2 સીટ લાવી શકે છે. આંધ્ર પ્રદેશમાં ભાજપની 3 સીટો વધી શકે છે અને તેમના સહયોગીઓને 12 સીટો મળી શકે છે.

તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરમાં બંને પક્ષોની સીટોમાં વધારો જોવા મળશે. અહી ભાજપની 4 સીટોનો વધારો થઈ શકે છે, જ્યારે ઓરિસ્સામાં ભાજપની હાલની 8 સીટોમાં 4 જોડાઈ શકે છે. તેમણે બતાવ્યું કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં ભાજપને 10 સીટોનું નુકસાન થઈ શકે છે. તો ઉત્તર પ્રદેશમાં ભાજપને 10 અને બિહારમાં ભાજપ અને તેના સહયોગીને 5-10 સીટોનું નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp