પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીની જુઓ શું હાલત થઈ, કેટલા મત મળ્યા

PC: instagram.com/_prashantkishor

બિહારમાં ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીના તમામ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. જન સૂરજ પાર્ટીનો એક પણ ઉમેદવાર બીજા સ્થાને પહોંચી શક્યો નથી. પાર્ટીના ત્રણ ઉમેદવારો ત્રીજા ક્રમે જ્યારે એક ઉમેદવાર ચોથા ક્રમે રહ્યો હતો. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી પ્રશાંત કિશોરે મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, પાર્ટીની રચના એક મહિના પહેલા જ થઈ છે અને તમામ ઉમેદવારો નવા છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સુધરશે.

બિહારની તરારી, રામગઢ, ઈમામગંજ અને બેલાગંજ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીની ખાસ વાત એ હતી કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. જો કે, 23 નવેમ્બરે જ્યારે બિહાર પેટાચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે જન સૂરાજ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી.

તમામ ચાર બેઠકો પર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવારોએ જીત મેળવી છે. BJPએ બે સીટ પર જીત મેળવી છે, એક સીટ પર JDU અને એક સીટ પર જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) પાર્ટીએ જીત મેળવી છે.

હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ની દીપા કુમારીએ ઈમામગંજથી જીત મેળવી છે. જન સૂરાજ પાર્ટીના જિતેન્દ્ર પાસવાન અહીં ત્રીજા ક્રમે રહ્યા છે. જનતા દળ (યુનાઈટેડ)ના મનોરમા દેવીએ બેલાગંજ સીટ પરથી જીત મેળવી છે. અહીં જન સૂરાજ પાર્ટીના મોહમ્મદ અમજદ ત્રીજા ક્રમે રહ્યા છે.

રામગઢમાં BJPના અશોક કુમાર સિંહની જીત થઈ છે. જન સૂરાજ પાર્ટીના સુશીલ કુમાર સિંહ અહીં ચોથા ક્રમે રહ્યા છે. તરારીથી BJPના વિશાલ પ્રશાંત જીત્યા છે. જ્યારે જન સૂરાજ પાર્ટીના કિરણ સિંહ આ બેઠક પર ત્રીજા ક્રમે રહ્યા હતા.

બિહાર પેટાચૂંટણીના પરિણામો પછી પ્રશાંત કિશોરે કહ્યું કે, 'જન સૂરાજ દળની રચના એક મહિના પહેલા કરવામાં આવી હતી. આજે જન સૂરાજે 10 ટકા વોટ મેળવીને પદાર્પણ કર્યું છે. હું એમ નથી કહેતો કે 10 ટકા વોટ બહુ વધારે છે. પરંતુ બિહારમાં BJP જે દેશની સૌથી મોટી પાર્ટી છે, તેને અત્યારે 21 ટકા વોટ મળ્યા છે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં BJPને 19.6 ટકા વોટ મળ્યા હતા. RJDને 20 ટકા વોટ મળ્યા છે, JDUને 11 ટકા વોટ મળ્યા છે, જન સૂરાજને 10 ટકા મત મળ્યા છે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'તે વધુ સારું બની શક્યું હોત, પરંતુ જન સૂરાજ દળ એક મહિના જૂનું છે. તેનું પ્રતીક 10 દિવસ જૂનું છે. ઉમેદવારો નવા છે અને જે વિસ્તારોમાં જન સૂરાજ પદ યાત્રા થઈ નથી, જ્યાં જન સુરાજ પાર્ટીનું કોઈ સંગઠન નથી, ત્યાં ચૂંટણી યોજાઈ છે. આ કોઈ બહાનું નથી, આનાથી પણ વધારે સારું પ્રદર્શન થઇ શક્યું હોત. પરંતુ અમે આનાથી પણ વધુ સારું કેમ કરવું તેના માટે પ્રતિબદ્ધ છીએ.'

પ્રશાંત કિશોરે કહ્યું કે, તે તેના આ અભિયાનમાંથી પીછેહઠ કરવાના નથી, ભલે તે ગમે તેટલો સમય થાય. તેમણે કહ્યું કે, આજે બિહારના 10 ટકા લોકો સંમત થયા છે, તે દિવસ પણ આવશે જ્યારે 30 ટકા, 40 ટકા, 50 ટકા લોકો સહમત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp