રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ મોટો નિર્ણય, હૉટલોમાં બધી પ્રી-બુકિંગ કેન્સલ

PC: amarujala.com

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્વઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે માત્ર મહિનાનો સમય રહી ગયો છે. ઉદ્વઘાટનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે અયોધ્યામાં 22 જાન્યુઆરીની તારીખે બધી હૉટલો-ધર્મશાળાઓની પ્રી-બુકિંગ કેન્સલ કરી દીધી છે. VVIP સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીવા રોજ અગાઉથી હૉટલ અને ધર્મશાળામાં થયેલી બુકિંગ કેન્સલ થશે.

મુખ્યમંત્રીએ ગુરુવારે સમીક્ષા બેઠક બાદ નિર્દેશ આપ્યા છે. 22 જાન્યુઆરીના રોજ લોકોએ અયોધ્યામાં પહેલાથી મોટી સંખ્યામાં હૉટલ બુકિંગ કરી છે. VVIP સુરક્ષાને જોતા આ બુકિંગ કેન્સલ થઇ શકે છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં માત્ર એ જ લોકો રોકાઈ શકશે, જેમની પાસે ડ્યૂટીનો પાસ કે શ્રીરામ તીર્થ ટ્રસ્ટનું નિમંત્રણ પત્ર હશે. આ નિર્ણયના સંબંધમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, એવું ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકોએ 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સ્થાનિક હૉટલ અને ધર્મશાળાઓને બુક કરાવી લીધી છે.

તેમણે નિર્દેશ આપ્યા કે તેમને રદ્દ કરવામાં આવે, જેથી શાસન-પ્રશાસનમાં કોઈ પરેશાની ન થાય. કેમ કે એ દિવસે ભારતના વિશિષ્ઠ આમંત્રિત જન અયોધ્યા આવશે. તેમજ અયોધ્યા એરપોર્ટ પર 100 પ્લેન આવવાની સંભાવના છે, જેના ડાયવર્ઝનની પણ વ્યવસ્થા કરવામાં આવે. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના પ્રવાસ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સામે આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે ધર્મનગરી અયોધ્યાને હજારો કરોડની પરિયોજનાનો ઉપહાર મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રામમય અવધપુરીમાં 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય નાગરિક અભિનંદન કરવામાં આવશે. આ અવસર પર અયોધ્યાને ત્રેતાકાલીન વૈભવને અનુરૂપ કરવામાં આવશે. અમારી જવાબદારી બધાની સુરક્ષા સાથે સાથે સ્વાગતની પણ છે એટલે સરકારી અને પોલીસ કર્મચારીઓનો વ્યવહાર આદર્શ હોવો જોઈએ. પોલીસબળમાં ઝોન વાઇઝ વરિષ્ઠ અધિકારીઓ સાથે અતિરિક્ત ફોર્સની તૈનાતી કરવામાં આવે. સાથે જ STF અને ATS ફોર્સની પણ સંખ્યા વધારતા કેમ્પિંગ કરવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યા કે અયોધ્યા રેલવે સ્ટેશન અને એરપોર્ટના માર્ગે ખાડાઓને સારા કરવામાં આવે. NHI બાયપાસ માર્ગ પર ડિવાઇડર પર જે સજાવટ કરવામાં આવી છે તે સારી રીતે કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp