ઈન્ડિયાની જગ્યાએ બધે ભારત કરવું હોય તો થશે આટલા અબજનો ખર્ચ, આંકડો જાણી ચોકી જશો

PC: twitter.com

ઇન્ડિયા કે ભારત. 5 સપ્ટેમ્બરનો દિવસ દેશમાં બંને નામો પર રાજકીય હોબાળાવાળો રહ્યો. કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર દેશનું નામ ‘ઇન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરી દેશે. જો કે, સાંજ ઢળતા ઢળતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકારનું વિશેષ સત્ર નામ બદલવા માટે બોલાવવામાં આવ્યું નથી. તેમણે આ વાત અફવા કહીને ફગાવી દીધી, પરંતુ એક સવાલ છે તેનું ખંડન નહીં કરી શકાય. સવાલ એ છે કે દેશનું નામ બદલવામાં આવ્યું તો તેમાં ખર્ચ કેટલો આવશે?

આમ ભારત પહેલો દેશ નથી, જ્યાં નામ બદલવા કે બદલી દેવાની વાત થઇ રહી છે. એવા બદલાવ સમય-સમય પર ઘણા દેશોમાં પહેલા પણ થયા છે. ક્યારેક કોલોનિયલ લેગેસી મટાડવાના કારણે, તો ક્યારેક એડમિનિસ્ટ્રેશનને સ્ટ્રીમલાઇન કરવા માટે. દરેક બદલાવ પોતાની સાથે કંઇક ને કંઇક ખર્ચ લાવે છે. જેમ કે ઘરમાં રંગકામ કરવું. તેનો પોતાનો ખર્ચ હોય છે. એવું જ દેશના લેવલ પર થાય છે. નામ બદલવામાં આવશે તો બધા ડોક્યૂમેન્ટ્સ, સત્તાવાર વેબસાઇટ, દેશની વિભિન્ન સંસ્થાઓ અને ઘણા અન્ય મોટા-મોટા બદલાવ પણ કરવા પડશે. તેનો બધાનો અલગ-અલગ ખર્ચ હશે.

તેમાં પણ કેટલીક રીત હોય છે. એવી જ એક રીત દક્ષિણ આફ્રિકાના એક વકીલે કાઢી હતી. નામ ડેરેન ઓલિવિયર. એક રિપોર્ટ મુજબ, ઓલિવિયરે આફ્રિકન દેશોમાં નામ બદલવાની પ્રક્રિયાની તુલના મોટા કોર્પોરેટની રીબ્રાન્ડિંગ એક્સરસાઇઝથી કરી. તે મુજબ, એક મોટા કોર્પોરેટ હાઉસની એવરેજ માર્કેટિંગ કોસ્ટ તેની આવકની 6 ટકા હોય છે. તો રીબ્રાન્ડિંગ એક્સરસાઇઝનો ખર્ચ કંપનીના માર્કેટિંગ બજેટનો 10 ટકા હોય શકે છે. ડેરેન ઓલિવિયરની આ મોડલની મદદથી ભારત માટે થનારા ખર્ચની જાણકારી મેળવી શકાય છે.

ભારતનું નામ બદલવાની પ્રક્રિયામાં થનારો ખર્ચ કેટલો મોટો છે તેને ઉદાહરણ સાથે સમજીએ. કેન્દ્ર સરકાર 80 કરોડ ભારતીય નાગરિકો માટે ખાદ્ય સુરક્ષામાં જેટલો ખર્ચ કરે છે, નામ બદલવામાં તેનો ખર્ચ થવાનું અનુમાન છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે ભારતના ટેક્સની પ્રાપ્તિ 23 લાખ 84 હજાર કરોડ રૂપિયા હતી. એટલે કે સરકારે જે ટેક્સ અને નોન-ટેક્સવાળા રેવેન્યૂ હાંસલ કરી તે. ટેક્સના આ આંકડાના આધાર પર ઓલિવિયર મોડલ અનુસાર ભારતનું નામ બદલવાની પ્રક્રિયામાં લગભગ 14 હજાર 304 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

ઉલ્લેખનીય છે કે ઓલિવિયરે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકન દેશનું નામ બદલવા પર જ આ મોડલ વિકસિત કર્યું હતું. સ્વાજીલેન્ડનું નામ બદલીને ઇસ્વાતિની રાખવામાં આવ્યું હતું. ઓલિવિયરના મોડલ મુજબ, સ્વાજીલેન્ડનું નામ બદલવાનો ખર્ચ લગભગ 500 કરોડ હતો. આ આંકડાને કાઢવામાં પણ ઓલિવિયરે દેશના ટેક્સ આવકનો ફોર્મ્યૂલા લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવામાં આવ્યું હતું. એ સમયે ઉસ્માનાબાદનું નામ બદલીના ધારાશિવ કરી દેવામાં આવ્યું હતું.

વર્ષ 2016માં હરિયાણા સરકારે ગુડગાંવનું નામ બદલીને ગુરુગ્રામ કરી દીધું હતું. વર્ષ 2018માં ઉત્તર પ્રદેશ સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું હતું. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટના સંદર્ભે બતાવવામાં આવ્યું કે સરકારી આંકડાઓ મુજબ, અલ્લાહાબદનું નામ બદલવા પર રાજ્ય સરકાર પર 300 કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ આવ્યો હતો. જો કે, ભારતનું નામ બદલવામાં આવશે કે નહીં? તેના પર સરકાર તરફથી સત્તાવાર કોઇ પણ પ્રતિક્રિયા આવી નથી. સંસદનું વિશેષ સત્ર કયા કારણે બોલાવવામાં આવ્યું છે, તેના માટે સત્ર શરૂ થવાની રાહ જોવી પડશે. ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp