મોદી 3.0 પર દબાણ શરૂ! JDUની માગ- અગ્નિવીરની સમીક્ષા, UCC પર પક્ષો સાથે વાતચીત

PC: jagran.com

મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા જ સાથી પક્ષોની અસર દેખાવા લાગી છે. દબાણની રાજનીતિ હેઠળ, CM નીતિશ કુમાર, મોદી 3.0 સરકારની રચના પહેલા જ તેમની મોટી માંગણીઓ મૂકી રહ્યા છે. NDAના મહત્વના સહયોગીઓમાંથી એક JDUએ સેનાની ભરતી યોજના અગ્નિવીર અને સમાન નાગરિક સંહિતાને લઈને મોટી વાત કહી છે. JDUના નેતા KC ત્યાગીએ કહ્યું કે, અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. ત્યાગીએ કહ્યું કે, તેની સાથે યુનિફોર્મ સિવિલ કોડ પર તમામ રાજ્યો સાથે વાતચીત થવી જોઈએ. JDUએ કહ્યું કે, અગ્નિવીર યોજનાનો ઘણો વિરોધ થયો હતો. તેમણે કહ્યું કે, આ વખતે તેના વિરોધની અસર લોકસભા ચૂંટણીમાં દેખાઈ રહી છે.

JDUના પ્રવક્તા KC ત્યાગીએ કહ્યું કે, અગ્નિવીર યોજના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં અગ્નિવીર યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધની અસર ચૂંટણી પરિણામોમાં જોવા મળી હતી. કોંગ્રેસે સામાન્ય ચૂંટણીમાં અગ્નવીરને મોટો મુદ્દો બનાવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટ કહ્યું હતું કે, સત્તામાં આવ્યા પછી તે અગ્નિવીર યોજનાને ડસ્ટબીનમાં ફેંકી દેશે. જ્યારે, અગ્નિવીર યોજના હેઠળ સૌથી વધુ ભરતી થયેલા રાજ્યોમાં પણ BJPની બેઠકો ઘટી છે. હરિયાણામાં પાર્ટીની સીટો 10થી ઘટીને 5 થઈ ગઈ છે. એટલું જ નહીં, પાર્ટીનો વોટ શેર પણ 58 ટકાથી ઘટીને 46 ટકા થઈ ગયો. પંજાબમાં BJP એક પણ સીટ જીતી શકી નથી. રાજસ્થાનમાં પણ BJP 24થી ઘટીને 14 જ થઈ ગઈ છે.

ત્યાગીએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ પર અમારું વલણ આજે પણ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે UCC અંગે તમામ રાજ્યો સાથે ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ પર રાજ્યોના વિચારોને સમજવાની જરૂર છે. ત્યાગીએ કહ્યું કે JDU એક રાષ્ટ્ર, એક ચૂંટણીના સમર્થનમાં છે.

હકીકતમાં, યુનિફોર્મ સિવિલ કોડને લઈને શરૂઆતથી જ તમામ રાજકીય પક્ષો વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ મુદ્દા પર દરેકનો પોતાનો અભિપ્રાય છે. કેટલાક ઇચ્છે છે કે, તેને દેશમાં લાગુ કરવામાં આવે, જ્યારે ઘણા પક્ષો તેની તરફેણમાં નથી. બીજી તરફ અગ્નિવીર યોજના અંગે પણ મતભેદો છે. મોટાભાગના રાજકીય પક્ષો આના પક્ષમાં નથી. આ બંને બાબતે માત્ર BJP જ અડગ છે. જોકે, CM નીતિશે વન નેશન વન ઈલેક્શનને લઈને નરમ વલણ દાખવ્યું છે અને તેને પોતાની સંમતિ આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp