PM મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા

PC: PIB

કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને PM નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-"ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર" એનાયત કર્યો હતો. ડોમિનિકાના PM રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના PM મિયા અમોર મોટલી, ગ્રેનાડાના PM ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના PM ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના PM ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.

PMએ આ સન્માન ભારતના લોકોને અને ભારત અને ડોમિનિકા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે.

આ એવોર્ડ સમારોહ ગુયાનાના જ્યોર્જટાઉનમાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટના અવસર પર આયોજિત કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp