ખાનગી ટેલીકોમ કંપનીઓ રિચાર્જ પ્લાન મોંઘા થયા એમાં BSNLને બખ્ખાં થઇ ગયા

PC: jansatta.com

જુલાઇ મહિનાથી દેશના ખાનગી ટેલીકોમ કંપનીઓએ રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા ત્યારથી ભારત સરકરાની કંપની BSNLને ચાંદી- ચાંદી થઇ ગઇ છે. BSNLના સીમનું વેચાણ 3 ઘણું વધી ગયું છે અને પોર્ટેબિલીટીમાં અઢી ગણો વધારો થયો છે.

 દેસની 3 મોટી ટેલીકોમ પ્લેયર કંપની છે જિયો, એરટેલ અને વોડાઇન આઇડીયા. આ ખાનગી ટેલીકોમ કંપનીએ રિચાર્જ પ્લાનમાં ભાવ વધારો કરવાને કારણે લોકો હવે BSNL તરફ વળી રહ્યા છે. BSNLના એવરેજ રોજના 500 સીમ વેચાઇ રહ્યા છે જે પહેલાં 150 વેચાતા હતા.રાજસ્થાનમાં છેલ્લાં 1 મહિનામાં 1, 61, 083 લોકો BSNL સાથે જોડાયા છે.

એરટેલના 68412 અને જિયોના 6,01508 યૂઝર્સે કંપનીઓને અલવિદા કહી દીધું છે. જો કે સરકારી કંપનીએ હવે પોતાની સેવામાં સુધારો કરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp