પ્રિયંકા પહેલીવાર મોટી મુશ્કેલીમાં, પતિની સાથે હવે EDની ચાર્જશીટમાં આવ્યું નામ,

PC: thehindu.com

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પ્રિયંકા ગાંધીનું નામ હરિયાણાના ફરીદાબાદમાં એક જમીન ખરીદી સાથે જોડાયેલા કેસમાં ચાર્જશીટમાં સામેલ કર્યું છે. તેમના પતિ રોબર્ટ વાડ્રાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જો કે, પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું નથી.  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) સાથે જોડાયેલા એક કેસની ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે. EDએ જણાવ્યું કે રોબર્ટ વાડ્રા અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના રહેવાસી રિયેલ એસ્ટેટ એજન્ટના માધ્યમથી હરિયાણામાં જમીનો ખરીદી. આ એજન્ટે NIR બિઝનેસમેન સી.સી. થમ્પીને પણ વેચી.

મીડિયા રિપોર્ટ મુજબ EDની ચાર્જશીટમાં પહેલી વખત પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સી.સી. થમ્પી અને સુમિત ચડ્ઢા વિરુદ્ધ નોંધાયેલી ચાર્જશીટમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસમાં ખબર પડી છે કે રોબર્ટ વાડ્રા અને સી.સી. થમ્પી સિવાય પ્રિયંકા ગાંધીએ પણ ફરીદાબાદમાં જમીન ખરીદી હતી. સંજય ભંડારીના નજીકના સી.સી. થમ્પી અને વાડ્રા વચ્ચે ફાઇનાન્શિયલ કનેક્શનની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે.

શું છે મામલો?

આ મામલો ફરીદબાદમાં જમીનની ખરીદી સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ મુજબ, વર્ષ 2005-2006 વચ્ચે ફરીદાબાદમાં અમીરપુર ગામમાં એચ.એલ. પાહવા પ્રોપર્ટી ડીલરના માધ્યમથી રોબર્ટ વાડ્રાએ 40.8 એકર જમીન ખરીદી હતી, જેને ડિસેમ્બર વર્ષ 2010માં તેમણે પાહવાને જ પાછી વેચી દીધી હતી. આ પ્રકારે પ્રિયંકા ગાંધી વાડ્રાના નામ પર પણ એ જ અમીપુર ગામમાં એપ્રિલ 2006માં ખરીદવામાં આવી હતી, જેને ફેબ્રુઆરી 2010માં પાહવાને જ પછી વેચી દેવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, પાહવા થમ્પીનો ખૂબ નજીકનો છે. અમીપુર ગામમાં થમ્પીને પણ જમીન પાહવાએ જ ખરીદવામાં આવી હતી.

EDનું કહેવું છે કે રોબર્ટ વાડ્રા અને થમ્પી વચ્ચે નજીકના સંબંધ છે. બંને વેપાર કરવા સિવાય પણ ઘણા કામ મળીને કરે છે. આ મામલો ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારી સાથે જોડાયેલો છે. સંજય ભંડારી પર મની લોન્ડ્રિંગ, વિદેશી મુદ્રા અને કાળા ધન કાયદાના ઉલ્લંઘન અને સત્તાવાર ગોપનિયતા અધિનિયમ હેઠળ કેસ નોંધાયેલો છે. સંજય ભંડારી વર્ષ 2016માં તપાસ એજન્સીઓના ડરના કારણે ભારતથી ફરાર થઈ ગયો હતો. અત્યારે હાલમાં બ્રિટનમાં રહે છે. જાણકારી મુજબ, થમ્પી પર બ્રિટિશ નાગરિક સુમિત ચડ્ઢા સાથે મળીને સંજય ભંડારીને કાળી કમાણી છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp