ઉત્તર પ્રદેશમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ઉઠી માગ

PC: muslimmirror.com

સંગમ નગરી પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં મંગળવારે ગૌ સંસદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરણંદ સરસ્વતી તરફથી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ કરવામાં આવી. તેની સાથે જ ગૌ હત્યામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મદદ કરનાર વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, એવા લોકો જો 3 મહિનામાં પ્રયષિત કરીને આ કાર્યથી દૂર નહીં થાય તો તેમને સમાજથી સાર્વજનિક રૂપે બહિષ્કૃત કરી દેવામાં આવશે.

એટલું જ નહીં શંકરાચાર્યએ એમ પણ કહ્યું કે, અયોધ્યામાં ભગવાન રામલલા બાળસ્વરૂપમાં બિરાજમાન થઈ ગયા છે, એવામાં તેમને રાષ્ટ્રમાતા એટલે કે રામા ગાયના દૂધનો ભોગ લગાવવામાં આવશે, જેના માટે ગૌવંશને સુરક્ષિત કરવા માટે હિન્દુઓને જાગૃત કરવામાં આવશે. સંગમની રેતી પર લાગેલા માઘ મેળામાં મંગળવારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગને લઈને ગૌ સંસદ લાગી. આ ગૌસંસદમાં સાંસદ, ધારાસભ્ય નહીં,પરંતુ દેશના અલગ અલગ હિસ્સાથી આવેલા સાધુ સંત મહાત્મા સામેલ થયા.

જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીની આગેવાનીમાં આયોજિત કરવામાં આવી. ગૌ સંસદમાં દ્વારિકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી પણ સામેલ થયા. શંકરાચાર્ય નિશ્ચલાનંદ સરસ્વતીએ પોતાનો વીડિયો સંદેશ મોકલ્યો માઘ મેળામાં આયોજિત ગૌ સંસદમાં સાધુ સંતો અને ગૌ રક્ષકોએ એક સવારમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ ઉઠાવી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ સર્વસંમતીથી પાસ કર્યો.

આ અવસર પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, ભારતની સંસદ પાસે ગાયના મુદ્દા પર ચર્ચા કરવાનો સમય નથી. દેશના કરોડો હિન્દુ લોકો ગૌ માતાને સન્માન આપવા માગે છે, પરંતુ ભારતની સંસદે આજ સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપ્યો નથી તેમણે કહ્યું કે, દેશને આઝાદ થયાના 75 વર્ષ વીતી ગયા, પરંતુ દેશની સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાના વિષય પર ચર્ચા કરવાનો પણ સમય નથી. એવામાં સાધુ સંતો અને ગૌ ભક્તોને સંસદ લગાવીને ગૌમાતા બાબતે ચર્ચા કરવી પડી રહી છે.

હિન્દુ હોવા માટે એ જરૂરી છે કે તેણે ગૌ ભક્ત હોવું જોઈએ કેમ કે જે ગાયને માતા નહીં માની શકે તે હિન્દુ કહેવાવા લાયક નથી. તેને લઈને ધર્મદેશ પણ ગૌ સંસદમાં પાસ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગૌ હત્યાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જોડાયેલા હશે અને જે લોકો એવા કાર્યોને મંજૂરી અને સમર્થન આપી રહ્યા હશે કે ગૌ માતાની હિંસાના વેપાર સાથે જોડાયેલા હશે. એ લોકોને ગૌ સંસદ માત્ર 3 મહિનાનો સમય આપી રહી છે. એ લોકો સુધારી જાય અને પશ્ચાતાપ કરી લે. નહીં તો એવું ન કરવા પર હિન્દુ ધર્માચાર્યો દ્વારા એવા લોકોને હિન્દુ ધર્મ સમાજથી બહિષ્કૃત કરી દેવામાં આવશે.

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ ગૌ સંસદમાં પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. સંત સમાજ તરફથી આ માગ કરવામાં આવશે કે રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે. તેમણે દેશમાં ગૌ હત્યા બંધ કરવાની માગ પણ કરી. તેમણે કહ્યું કે, સૌથી પહેલા અયોધ્યામાં બિરાજેલા ભગવાન શ્રીરામને ગૌ માતાનું દૂધ પીવાડવાનું છે. ગૌ હત્યાના કારણે હિન્દુ નબળા થયા છે, પરંતુ જ્યારે દેશમાં ગૌ હત્યા પૂરી રીતે બંધ થઈ જશે, ત્યારે હિન્દુઓનું તેજ અને પરાક્રમ પણ વધી જશે. ગૌ સંસદમાં મોટી સંખ્યામાં દેશાન ખૂણે ખૂણાથી આવેલા સંતોએ પણ હિસ્સો લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp