કોર્ટની મંજૂરી બાદ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના ભોયરામાં પૂજા થઈ, વીડિયો આવ્યો સામે

PC: twitter.com

જ્ઞાનવાપીના ભોયરામાં પૂજા માટે મંજૂરી મળ્યા બાદ રાત્રે 2 કલાકે ખોલીને ત્યાં પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા. ભગવાન શિવ સહિત આઠ દેવોની પૂજા કરતા પૂજારીનો વીડિયો પણ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ બાદ તંત્રએ તાબડતોડ તમામ વ્યવસ્થા કરીને ભોયરામાં જે વ્યાસ કા તેહખાના તરીકે ઓળખાય છે, તેને હિન્દુ પક્ષના પૂજા માટે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ પંચગવ્યથી ભોયરાને શુદ્ધ કરવામાં આવ્યું હતું, પછી પૂજા કરવા કરવામાં આવી. ગંગાજળ અને પંચગવ્યથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવ્યું.

જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના ભોયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાની મંજૂરી આપતી કોર્ટ

જ્ઞાનવાપી કેસમાં આજે વાારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષના હકમાં એક મોટો નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના દક્ષિણ તરફ આવેલા ભોયરામાં પૂજા કરી શકાશે. કોર્ટના આદેશ બાદ હિન્દુ શ્રદ્ધાળુઓ હવે જ્ઞાનવાપી મસ્જિદની અંદર સીલબંધ ‘વ્યાસ કા તેહખાના’માં પૂજા કરી શકશે. જિલ્લા તંત્રને 7 દિવસમાં આની વ્યવસ્થા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

જ્ઞાનવાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ વિષ્ણુ શંકરે જણાવ્યું હતું કે, હિન્દુ પક્ષને ‘વ્યાસ કા તેહખાના’માં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે અને તંત્રને 7 દિવસમાં આની વ્યવસ્થા કરવાનો આદેશ કોર્ટ દ્વારા કરાયો છે. તેમણે કોર્ટના આ ફેસલાને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે જિલ્લા તંત્ર પૂજા માટે વ્યવસ્થા ઉભી કરશે, ત્યારે જ પૂજા શરૂ થઈ જશે. ભોયરામાં કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ તરફથી પૂજા કરાવવામાં આવશે. કોર્ટે ટ્રસ્ટને પૂજા કરવા માટે એક પૂજારીની નિમણૂક કરવા માટે પણ કહ્યું છે.

હિન્દુ પક્ષનો દાવો છે કે નવેમ્બર 1993 પહેલા ‘વ્યાસ કા તેહખાના’માં પૂજા-પાઠને તે સમયની સરકારે રોકી દીધી હતી. હિન્દુ પક્ષની માગ હતી કે પૂજાનો અધિકાર ફરીથી આપવામાં આવે, બીજી બીજી મુસ્લિમ પક્ષે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનું કારણ આપીને પિટિશન ફગાવી દેવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેમની માગને ફગાવી દેતા પૂજા કરવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે મુસ્લિમ પક્ષના વકીલ અખલાક અહમદે કહ્યું હતું કે, તે લોકો હવે આ નિર્ણયની વિરુદ્ધ અલ્હાબાદ હાઇકોર્ટમાં જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp