‘ચાંદીનો દંડક, શંખ અને..’ રામલલાની પૂજામાં આ વસ્તુઓ હશે ખાસ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

PC: livehindustan.com

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તેમના ઇંતજારનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. 16 જાન્યુઆરી એટલે કે આજથી રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિને સ્થાપિત કરવાને લઇને પૂજા અર્ચના શરૂ થઈ જશે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની બાળસ્વરૂપ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. આ ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે.

મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રોજ તેમની આરતી કરવામાં આવશે, જેના માટે ખાસ પૂજાની સામગ્રી તૈયાર કરવામાં આવી છે. પૂજાની આ સામગ્રીમાં દંડ, આચમની પાત્ર, શંખ વગેરે સામેલ છે. શુદ્ધ ચાંદીથી બનેલી પૂજા સામગ્રી ચેન્નાઈ સ્થિત એક ઝવેરી દ્વારા અયોધ્યાના રામ મંદિરમાં મોકલવામાં આવશે. આ સામગ્રીનો ઉપયોગ રોજ રામલલાની આરતી દરમિયાન કરવામાં આવશે.

એ સિવાય રામ મંદિરના ગર્ભગૃહમાં સોનાના દરવાજા પણ લગાવવામાં આવી રહ્યા છે. રામ મંદિરના એક અધિકારીના જણાવ્યા મુજબ, રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવ્યા છે, જેમાંથી 42 દરવાજામાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અગાઉ રવિવારે રામ જન્મભૂમ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને નવા વસ્ત્ર અને ધ્વજ સોંપવામાં આવ્યા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયા બાદ રામલલાને નવા વસ્ત્ર પહેરાવવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય મુજબ, રામ મંદિર સ્થાપના માટે અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની એક નવી મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. ચંપત રાયે કહ્યું કે, રામ મંદિર 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે. જ્યાં રામભક્ત રામલલાના દર્શન કરી શકશે. પ્રાણ પ્રતિષ્ઠા બાબતે ચંપત રાયે કહ્યું કે, બધી તૈયારીઓ થઈ ચૂકી છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી શરૂ થશે. શુભ મુહૂર્ત વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp