પૂજા ખેડકરના મામલે ડૉક્ટર બોલ્યા- દિવ્યાંગતા સર્ટિમાં કોઇ ગરબડી નહીં, પરંતુ..
IAS પ્રોબેશનરી પૂજા ખેડકરના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. તેમની વિરુદ્ધ નકલી દિવ્યાંગતા અને જાતીય દસ્તાવેજ દખાડીને IASની નોકરી હાંસલ કરવાનો કેસ ચાલી રહ્યો છે. જે હૉસ્પિટલે દિવ્યાંગતા સર્ટિફિકેટ આપ્યું હતું, તેણે કોઇ પણ ગરબડીનો ઇનકાર કર્યો છે. સાથે જ તેમના માતા-પિતાના છુટાછેડાના મામલે પણ નવો વણાંક આવ્યો છે. UPSC પરીક્ષા પાસ કરવા માટે પૂજા ખેડકરે જે પણ દસ્તાવેજ સંસ્થાને સબમિટ કરવામાં આવ્યા હતા, તેની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન તેમણે અલગ અલગ ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના માતા-પિતાના છૂટાછેડાનો દાવો કર્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન ખબર પડી કે તેમનો આ દાવો સાચો છે, પરંતુ છૂટાછેડા માત્ર ઓન પેપર થયા હતા. ત્યારબાદ તેઓ બંને સાથે જ રહેતા હતા અને અહી સુધી કે પૂજાની માતા મનોરમા ખેડકરના નામે તેમના પિતા દીલિપ ખેડકરે ઘણી પ્રોપર્ટી બનાવી રાખી છે. પૂણેના પિંપરી ચિંચવાડ મ્યૂનિસિપલ કોર્પોરેશન (PCMC) દ્વારા સંચાલિત યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હૉસ્પિટલે ઑગસ્ટ 2022માં પૂજા ખેડકરને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ આપ્યું હતું. તેમણે 2022માં પોતાના ડાબા ઘૂંટણના સાંધાની વિકલંગતા સર્ટિફિકેટ આપવાની અરજી કરી હતી.
હૉસ્પિટલમાં ઘણા ડીપાર્ટમેન્ટ્સે તેની તપાસ કરી. ત્યારબાદ ઑગસ્ટ 2022માં તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું, જેમાં તેના ડાબા ઘૂંટણના સાંધામાં 7 ટકા વિકલંગતાની વાત કહેવામાં આવી હતી. જિલ્લા ઓથોરિટીએ એમ પણ કહ્યું હતું કે જો કોઇ ગરબડી જોવા મળે છે તો તેના પર કેસ નોંધાવવામાં આવશે. જો તેમાં કોઇ રેકેટ પણ જાણવા મળે છે તો કાર્યવાહી કરવામાં આવશે. હૉસ્પિટલે સ્પષ્ટ કર્યું કે, પૂજા ખેડકારને નિયમો હેઠળ લોકોમોટર ડિસેબિલિટી સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ પ્રમાણપત્ર શિક્ષણ કે નોકરીમાં કોઇ સુવિધા હાંસલ કરવામાં મદદગાર નહીં હોય. આ પ્રમાણપત્રનું કોઇ મહત્ત્વ નથી.
પૂજા ખેડકર OBC રિઝર્વેશન હાંસલ કરવાના પણ આરોપી છે અને પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાના માતા-પિતાના છૂટાછેડાનો દાવો કર્યો હતો. કેન્દ્ર સરકારે આ મામલે તેમની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા હતા અને એ વાતની જાણકારી મેળવવા કહ્યું હતું કે શું હકીકતમાં તેમના માતા-પિતાના છૂટાછેડા થઇ ચૂક્યા છે? પૂણે પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે દીલિપ ખેડકર અને મનોરમા ખેડકારે 2009માં પૂણેની એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. બંને બાળક (પૂજા અને પિયુષ)ના પોતાની માતા સાથે રહેવાની વાત કહેવામાં આવી હતી. ફેમિલી કોર્ટે 25 જૂન 2010ના રોજ બંનેના છૂટાછેડાની મંજૂરી આપી દીધી હતી. જો કે, અહી ટ્વીસ્ટ એ છે કે છૂટાછેડા બાદ પણ દીલિપ અને મનોરમા ખેડકર સાથે રહેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp