પૂણે પોર્શ કેસના આરોપીનો બિલ્ડર પિતા 600 કરોડની સંપત્તિનો માલિક, મોટો દીકરો પણ..

PC: Khabarchhe.com

પૂણેમાં 17 વર્ષ 8 મહિનાનો છોકરો દારૂના નશામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી 2 કરોડ રૂપિયાની કાર ચલાવે છે. મધ્ય પ્રદેશના રહેવાસી અનિશ અને અશ્વિની નામના 2 ઍન્જિનિયરોને પોતાની કારથી કચડીને મારી નાખે છે, પરંતુ એક મોટા બિલ્ડરના દીકરાને 15 કલાકમાં જામીન મળી જાય છે. પોતાના બિલ્ડર પિતાના દબદબા, પૈસાના દમ પર સગીર છોકરાએ દારૂના નશામાં ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ગાડી ચલાવતા 2 લોકોના જીવ લઈ લીધા, પરંતુ જ્યાં સખત કાર્યવાહી થવી જોઈએ, ત્યાં આ છોકરો માત્ર 15 કલાકમાં છૂટી જાય છે. કોર્ટથી તેને 300 શબ્દોનો નિબંધ લખવા જેવી શરતો પર સરળતાથી બેલ મળી જાય છે.

સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં આ મામલા વેગ પકડે છે. ત્યારબાદ દબાવમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે હવે પોલીસને એક્શન લેવાના નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્રની પૂણે પોલીસ આરોપીના પિતાની ધરપકડ કરી લીધી છે. સાથે જ એ બાર વિરુદ્ધ પણ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં સગીર આરોપીને દારૂ પીરસવામાં આવ્યો હતો. આરોપી ભલે સગીર છે, પરંતુ તેણે પૂણેના કોઝી બારમાં પોતાના મિત્રો સાથે પાર્ટી કરી, દારૂ પીધો અને તેનું બિલ પૂરા 48 હજાર ચૂકવ્યા. હવે પોલીસે 2 બારને સીલ કરીને તેમના માલિક અને મેનેજરની ધરપકડ કરી છે.

આ દરમિયાન આરોપીના પરિવાર બાબતે પણ ઘણી વાતો સામે આવી છે. કરોડો રૂપિયાની સ્પોર્ટ્સ કારથી 2 યુવાઓને કચડનાર કોઈ સામાન્ય બિલ્ડરનો દીકરો નથી, પરંતુ શહેરમાં ફાઇવ સ્ટાર જેવા મોટા પ્રોજેક્ટ્સનું નિર્માણ કરનારી કંપનીના માલિકનો દીકરો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીનો મોટો દીકરો પણ પૂરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત કરી ચૂક્યો છે.  વિશાલ અગ્રવાલના મોટા પુત્રએ વડગાંવ શેરી વિસ્તારમાં બ્રહ્મા મલ્ટિસ્પેસ બિલ્ડિંગ સામે પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને રોડ પર બીજા વાહન અને વીજળીના પોલને નુકસાન પહોંચાડ્યું હતું.

જાણકારી મુજબ આરોપીની ઘણી પેઢી કન્સ્ટ્રક્શન બિઝનેસમાં રહી છે. બ્રહ્મા કોર્પ નામની કન્સ્ટ્રક્શન કંપનીને સગીર પરદાદા બ્રહ્મદત્ત અગ્રવાલે શરૂ કરી હતી. તેના પિતા વિશાલ અગ્રવાલ હવે આ કંપનીના માલિક છે, બ્રહ્મદત્ત અગ્રવાલે ઘણી કંપનીઓ શરૂ કરી હતી. તેમની કંપનીએ પૂણેના વાડગાંવ શેરી, ખરાડી, વિમાન નગર વિસ્તારોમાં ઘણા મોટા હાઉસિંગ પ્રોજેક્ટ બનવ્યા છે. એ સિવાય આરોપીના પરિવારનો બ્રહ્મા મલ્ટિસ્પેસ, બ્રહ્મા મલ્ટીકોન જેવી બિઝનેસ કંપનીઓ પણ છે. તેમની કન્સ્ટ્રક્શન કંપનીએ પૂણેમાં 5 સ્ટાર હોટલ્સનું નિર્માણ કર્યું છે. વર્તમાનમાં વિશાલ અગ્રવાલની માલિકીવાળી વિભિન્ન કંપનીઓનું કુલ નેટવર્થ 601 કરોડ રૂપિયાની આસપાસ છે.

હિટ એન્ડ રનની આ ઘટના 19 મેની સવારની છે. પૂણેના કલ્યાણી નગર વિસ્તારમાં રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષીય દીકરાએ પોતાની સ્પોર્ટ્સ કાર પોર્શથી બાઇક પર સવાર 2 એન્જિનિયરોને કચડી માર્યા હતા. આ ઘટનાના 15 કલાક બાદ આરોપી સગીરને કોર્ટથી કેટલીક શરત સાથે જામીન મળી ગયા. કોર્ટે તેને 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે કામ કરવા અને રોડ દુર્ઘટનાઓના પ્રભાવ-સમાધાન પર 300 શબ્દોનો નિબંધ લખવાના નિર્દેશ આપ્યા હતા. જો કે, પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દારૂના નશામાં હતો અને પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો.

આ મામલે પૂણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું કે, સગીર આરોપી પર એક પુખ્તની જેમ કેસ ચલાવવો જોઈએ. તેના માટે પોલીસે ઉપલી કોર્ટ પાસે મંજૂરી માગી છે. પોલીસ કમિશનરનું આ નિવેદન આરોપી સગીરને જામીન આપવા પર નારાજગી વચ્ચે આવ્યું. તેમણે કહ્યું કે, આરોપી વિરુદ્ધ IPCની કલમ 304 (ઈરાદા વિના હત્યા), 304-A (બેદરકારીથી મોત) અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp