પેરિસ જવાની મંજૂરી ન મળવા પર ગુસ્સે થયા CM માન, બોલ્યા- PM મોદી નથી ઇચ્છતા કે..
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસ ઓલિમ્પિકમાં જવાની મંજૂરી ન મળવા પર કેન્દ્ર સરકાર સાથે તકરાર વધી ગઇ છે. માન ત્યાં હોકી ટીમનું મનોબળ વધારવા જવાના હતા, પરંતુ કેન્દ્ર સરકારે તેના માટે પોલિટિકલ ક્લિયરેન્સ આપવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારબાદ ભગવંત માને વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ નથી ઇચ્છતા કે દેશ તરફથી બીજું કોઇ નેતૃત્વ કરે. આ જ કારણ છે કે તેમના પેરિસ પ્રવાસને મંજૂરી ન આપવામાં આવી. સુરક્ષાના કારણો સંદર્ભ આપીને કેન્દ્રએ તેમની વિઝિટને મંજૂરી ન આપી. કેન્દ્ર તરફથી મુખ્યમંત્રી કાર્યાલયને આ જાણકારી આપી છે.
ભગવંત માં 3-9 ઑગસ્ટ સુધી પેરિસ જવા માગતા હતા. તેમની સાથે તેમના પત્ની ડૉ. ગુરપ્રીત કૌર અને કેટલાક સુરક્ષા સાથે જોડાયેલા અધિકારી પણ જવા માગતા હતા. ભગવંત માને કહ્યું કે, હોકીની પહેલી મેચ બાદ જ તેમણે પેરિસ જવાનો નિર્ણય લીધો હતો. હવે વિદેશ મંત્રાલયે તર્ક આપ્યો છે કે મુખ્યમંત્રી ઓફિસ તરફથી એપ્લાઇ કરવામાં મોડું કરવામાં આવ્યું. આ વાત ખોટી છે.
સુરક્ષા કારણોનો સંદર્ભ આપતા વિદેશ મંત્રાલયે પેરિસ જવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. મુખ્યમંત્રી માનને Z+ કેટગરીની સુરક્ષા મળી છે. વિદેશી પ્રવાસ દરમિયાન એટલી જલદી તેમની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવી સંભવ નથી. મુખ્યમંત્રી પાસે ડિપ્લોમેટ પાસપોર્ટ હોય છે એટલે વિદેશ મંત્રાલયની મંજૂરી જરૂરી છે. શુક્રવારે સાંજે જ વિદેશ મંત્રાલયે મુખ્યમંત્રી કાર્યાલયને આ પ્રવાસને મંજૂરી ન આપવાનો સંદેશ મોકલ્યો હતો.
પંજાબના 19 ખેલાડી આ સમયે ઓલિમ્પિકમાં છે. ભગવંત માને કહ્યું કે, આ સંબંધે તેમની ડ્યૂટી બને છે કે તેઓ તેમનું મનોબળ વધારવા જાય. મને પોતાના છોકરાઓ પર ગર્વ છે અને હું જાણું છું કે મારી ઉપસ્થિતિ ખેલાડીઓનું મનોબળ વધારશે. પરંતુ વિદેશ મંત્રાલય તરફથી મંજૂરી આપવામાં આવી નથી એટલે આ બધુ થઇ રહ્યું છે કેમ કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે જે પંજાબ સાથે સાવકો વ્યવહાર કરી રહી છે.
આ અગાઉ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને સિંગાપુર જવા અને ગોપાલ રાયને પણ અમેરિકા જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટ જવું પડ્યું હતું. મુખ્યમંત્રી ભગવંત માન સિવાય પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાને પણ અમેરિકા જવાની મંજૂરી મળી નથી. તેઓ એક કોન્ફરન્સમાં હિસ્સો લેવા ત્યાં જવાના હતા. આ બાબતે કુલતાર સંધવાએ કહ્યું કે, તેમને ક્લીયરન્સ આપવામાં આવ્યું નથી. આ મંજૂરી ન આપવાનું કોઇ કારણ પણ બતાવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp