અહંકારની વાત નથી, પૂરી પીઠના શંકરાચાર્યએ બતાવ્યું અયોધ્યા ન જવાનું અસલી કારણ

PC: zeenews.india.com

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાન આયોજનોમાં ચારેય શંકરાચાર્યોના ન જવાનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ શંકરાચાર્યોના વિચારોનો ઉલ્લેખ કરતા મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે. તો પૂરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદે ફરી એક વખત પુનરાવર્તન કર્યું કે, તેઓ આ આયોજનમાં નહીં જાય. તેમણે કહ્યું કે, 'પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાનો નિર્ણય આમારા અહંકાર સાથે જોડાયેલો નથી, પરંતુ આ પરંપરાની વાત છે. સનાતન પરંપરા વિરુદ્ધ કામ થવાના કારણે અમે આ આયોજનમાં જઇ રહ્યા નથી.'

તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, 'શંકરાચાર્યોની પોતાની એક ગરિમા છે. આ અહંકારની વાત નથી. શું અમારી પાસે એ અપેક્ષા કરી શકાય છે કે અમે બહાર બેસીએ અને જ્યારે વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠા કરે તો બહાર બેસીને તાળીઓ વગાડીએ? એક સેક્યૂલર સરકારનું આ કામ નથી કે તેઓ પરંપરા સાથે છેડછાડ કરે.' શંકરચાર્યો તરફથી રામલલાની પ્રાણ પરતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરવાને પણ ખોટું બતાવવામાં આવ્યું હતું.

તેમનું કહેવું હતું કે આ તારીખ યોગ્ય નથી. એવું આયોજન રામ નવમીના દિવસે કરવું જોઈએ. જો કે, પછી બે શંકરાચાર્યોએ આ સમચારોનું ખંડન કરતા આયોજન પર ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ આ કાર્યક્રમમાં નહીં જાય. શંકરાચાર્યોના વિચારોના બહાને કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પણ સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસ એવો પણ તર્ક આપી રહી છે કે મંદિરનું નિર્માણ હજુ ચાલી જ રહ્યું છે.

એવામાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવું સનાતન ધર્મની પરંપરા વિરુદ્ધ છે. અશોક ગહલોતે કહ્યું કે, સનાતન ધર્મના સર્વશ્રેષ્ઠ ગુરુ શંકરાચાર્ય કાર્યક્રમમાં આવી રહ્યા નથી. તેનાથી સ્પષ્ટ છે કે અમારો નિર્ણય યોગ્ય છે. આ લોકોએ આખા આયોજનનું રાજનીતિકારણ કરી દીધું છે. આ જ કારણ છે કે આપણાં સનાતન ધર્મના ઉચ્ચ ગુરુ શંકરાચાર્ય પણ આયોજનમાં જઇ રહ્યા નથી. જો તેઓ કંઇ કહી રહ્યા છે તો તેનું મહત્ત્વ છે.

ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીના આયોજન માટે દેશભરમાંથી 10 હજાર લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેના માટે જોરદાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ચીફ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. તો બિઝનેસમેન મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત ઘણી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. સેલિબ્રિટિઝ મોટી સંખ્યામાં નિમંત્રણ આપવામાં આવ્યું ચે. એટલું જ નહીં ઘણા દેશોના રાજનેતાઓને પણ નિમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp