ચીન બોલ્યું- અમારા J-20ની આગળ નહીં ટકે રાફેલ, ભારતે આપ્યો આ જવાબ

PC: tosshub.com

ભારતીય વાયુસેનામાં ફાયટર પ્લેન રાફેલ સામેલ થવાની ચીની મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાને જ્યાં ભારતને રાફેલ મળ્યા બાદ વિશ્વ સમુદાયને ફરિયાદ કરી તો બીજી તરફ ચીની મીડિયા તેની સરખામણી પોતાના ફાયટર જેટ સાથે કરવામાં વ્યસ્ત છે. ફ્રાન્સમાં બનેલા આ ફાયટર જેટ ચીનના J-20 ફાયટર જેટ કરતા અધિક ગણું શ્રેષ્ઠ છે, ચીની મીડિયામાં રાફેલને ઉતરતી કક્ષાનું બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, ભારતે હાલમાં જ પાંચ રાફેલ ફાયટર જેટ મેળવ્યા છે અને ભારતના પૂર્વ વાયુ સેના પ્રમુખ બી. એસ. ધનોઆએ તેને ચીનના J-20 ફાયટર જેટ કરતા વધુ સારા ફાયટર જેટ ગણાવ્યા છે. ચીની એક્સપર્ટ્સનું આ વિશે કહેવું છે કે, રાફલ ત્રીજી પેઢીનું ફાયટર જેટ છે અને ચોથી પેઢીના ફાયટર જેટ J-20 આગળ તે ટકશે નહીં.

ચીનના સૈન્ય વિશેષજ્ઞએ ગ્લોબલ ટાઈમ્સને કહ્યું, રાફેલ સુખોઈ-30 એમકેઆઈથી સારું છે, જે ભારતીય વાયુસેનામાં મોટી સંખ્યામાં છે. પરંતુ રાફેલ વધારે શ્રેષ્ઠ નથી અને તેની ગુણવત્તામાં વધારે બદલાવ કરવામાં આવ્યો નથી. ચીનના સૈન્ય વિશેષજ્ઞએ કહ્યું, AESA રડાર, આધુનિક હથિયાર અને સીમિત ટેકનિકના કારણે રાફેલની ત્રીજી પેઢીના અન્ય ફાયટર જેટ સાથે સરખામણી કરી શકાય, જેનો ઉપયોગ અન્ય દેશો પણ કરી રહ્યા છે પરંતુ ચોથી પેઢીના J-20 જેવા વધુ ક્ષમતાવાળા ફાયટર જેટની બરાબરી કરવી તેના માટે ખૂબ જ મુશ્કેલ છે. ચીની એક્સપર્ટ્સે લખ્યું, એ વાત સૌને ખબર છે કે ફાયટર જેટમાં પેઢીનો તફાવત ખૂબ જ મોટો તફાવત હોય છે અને તેની ભરપાઈ કોઈ રણનીતિ અથવા સંખ્યા વધારીને ના કરી શકાય. ચીનના J-20 ફાયટર જેટ રાફેલ કરતા અધિકગણા સુપીરિયર છે.

ભારતના પૂર્વ વાયુ સેના પ્રમુખ બી. એસ. ધનોઆએ 4.5 જનરેશનના રાફેલને ગેમચેન્જર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, ચીનના ફાયટર જેટ J-20 તેની આસપાસ પણ નથી. આ નિવેદનને લઈને ચીનને મરચા લાગ્યા અને તેણે રાફેલની ખામીઓ શોધવાનું શરૂ કરી દીધુ. જોકે, ધનોઆએ ફરી એકવાર ચીનને ચેલેન્જ કરી છે. ધનોઆએ બે સવાલોની સાથે ચીની દાવાનો જવાબ આપ્યો છે. પૂર્વ એર ચીફ માર્શલે એક અખબાર સાથે થયેલી વાતચીતમાં કહ્યું, મને નથી લાગતું કે J-20 એટલું ટ્રિકી છે કે તેને ફિફ્થ જનરેશન ફાયટર કહી શકાય કારણ કનાર્ડથી ફાયટર જેટના રડાર સિગ્નેચર વધી જાય છે. તેની મદદથી તે લોંગ રેન્જ મોર્ટાર મિસાઈલની પકડમાં આવી જાય છે, જે રાફેલમાં લાગેલી છે.

ધનોઆએ બીજો સવાલ કર્યો કે, જો J-20 ખરેખર પાંચમી પેઢીનું ફાયટર છે, જેવો તેના મેન્યુફેક્ચરર ચેંગદૂ એરોસ્પેસ કહે છે તો તે સુપરક્રૂઝ શા માટે નથી કરી શકતા. સુપરક્રૂઝમાં તે ક્ષમતા છે, જેમાં કોઈ ફાયટર જેટને 1 મૈક (ધ્વનિની ગતિ)ની સ્પીડથી આફ્ટરબર્નર્સ વિના ઉડાવી શકાય છે. ધનોઆએ કહ્યું, રાફેલમાં સુપરક્રૂઝબિલિટી અને દુનિયાના શ્રેષ્ઠ ફાયટર જેટ સાથે તેના રડાર સિગ્નેચરની સરખામણી કરી શકાય છે. ધનોઆએ આ અઠવાડિયે પ્રોપેગેંડાની ધજ્જિયાં ઉડાવતા કહ્યું હતું કે, જો ચીની હથિયાર અને લડાકૂ વિમાન એટલા સારા છે તો પાકિસ્તાને 27 ફેબ્રુઆરી, 2019ના રોજ F-16ના બદલે ચીનના JF-17નો ઉપયોગ અટેકમાં કરવો જોઈતો હતો. પરંતુ પાકિસ્તાને ચીનના ફાયટર જેટ JK-17નો ઉપયોગ માત્ર પોતાના મિરાજ 3/5 બોમ્બર્સને સુરક્ષા આપવા માટે કર્યો.

ધનોઆએ કહ્યું કે, ચીનના રક્ષા ઉપકરણોની ક્ષમતા પર સવાલ ઊભા કરતા કહ્યું કે, ચીનના આયરન બ્રધર (પાકિસ્તાન) ઉત્તરમાં સ્વીડિશ એર વોર્નિંગનો ઉપયોગ શા માટે કરે છે, જ્યારે ચીની AWACSને દક્ષિણમાં રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp