'રાઘવ ચઢ્ઢા માલ્યાની જેમ ઈંગ્લેન્ડ ભાગી ગયા...' આટલું બોલવા પર યૂટ્યૂબર પર FIR

PC: twitter.com/raghav_chadha

પંજાબ પોલીસે યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR નોંધી છે. યુટ્યુબ ચેનલ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા સાથે સરખાવી દેવાનો આરોપ છે. આ સાથે, યુટ્યુબ ચેનલ પર દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ અને AAPની ચૂંટણી ટિકિટો વેચવાના સમાચાર વિશે ભ્રામક માહિતી ફેલાવવાના આરોપો પણ છે. આ FIR લુધિયાણાથી AAP લોકસભા ઉમેદવાર અશોક પપ્પી પરાશરના પુત્ર વિકાસ પરાશરની ફરિયાદ પર દાખલ કરવામાં આવી છે. FIR મુજબ વિકાસ પણ AAPનો કાર્યકર છે.

આ FIR લુધિયાણાના શિમલાપુરી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. જે યુટ્યુબ ચેનલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે તેનું નામ કેપિટલ TV હોવાનું કહેવાય છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, વિકાસે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, યુટ્યુબ ચેનલના 'વાંધાજનક' વીડિયોમાં અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દાવાઓમાં એવું પણ કહેવામાં આવ્યું હતું, 'વિજય માલ્યા જનતાના પૈસા લઈને બ્રિટન ભાગી ગયો હતો. એ જ રીતે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પણ આંખોની સારવાર કરાવવાના બહાને ઈંગ્લેન્ડ ભાગી ગયા હતા. તેમજ પંજાબના યુવાનોને નશાની આદત પાડ્યા પછી AAPએ સાંસદ ઉમેદવારોને પૈસા આપીને ટિકિટો વહેંચી હતી.' ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આવા વીડિયો જાહેર શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડે છે અને તેને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે.

યુટ્યુબ ચેનલ સામે IPC કલમ 153 (A) (ધર્મના આધારે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી), 469 (બનાવટ), અને 505 (જાહેર શાંતિ વિરુદ્ધ ગુનો કરવાના ઈરાદાથી ખોટા નિવેદનો કરવા) અને આ FIR ITની કલમ 66 હેઠળ નોંધવામાં આવી છે.

ફરિયાદમાં જણાવાયું છે કે, કેપિટલ TV ચેનલ અને અન્ય ચેનલો પરના ખોટા વિડિયો નિવેદનથી જાહેર શાંતિ અને સૌહાર્દને નુકસાન થવાની સંભાવના છે. દેશમાં વિવિધ જૂથો વચ્ચે ધર્મ, જાતિ, વર્ગીકરણ અને સમુદાયના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન મળે તેવી પણ શક્યતા છે. આ મામલે DCP જસકિરણ સિંહે કહ્યું કે, 'ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પંજાબ પોલીસે યુટ્યુબર રચિત કૌશિકની પણ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી. YouTuber પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને ધર્મના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, યુટ્યુબરે દાવો કર્યો હતો કે, તેને પંજાબમાં CM અરવિંદ કેજરીવાલ અને AAP સરકારનો પર્દાફાશ કરવા માટે નિશાન બનાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp