રઘુરામ રાજને રાહુલ ગાંધી વિશે કહ્યું- તે પપ્પુ બિલકુલ નથી, તે એક સ્માર્ટ નેતા છે

PC: Twitter/INCIndia

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી. તેમના વિશે જે ધારણા કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે, રાહુલને ઘણા મુદ્દાઓ પર ઘણી જાણકારી છે. આ બધું રઘુરામ રાજને એક ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું છે.

રઘુરામ રાજને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં રાહુલ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આખો દાયકો પસાર કર્યો છે. તે બિલકુલ પપ્પુ તો છે જ નહીં. તે ખૂબ જ સ્માર્ટ, યુવાન અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. તમારે જાણવું જોઈએ કે પ્રાથમિકતા શું છે, તેમાં ઘણા જોખમો છે. મને લાગે છે કે રાહુલ ગાંધી આ બધાથી સંપૂર્ણપણે વાકેફ છે. હવે એક તરફ રાજને રાહુલ ગાંધીના વખાણ કર્યા, તો બીજી તરફ તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. આ અંગે તેમણે કહ્યું કે, મેં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો કારણ કે, હું તે યાત્રાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતો હતો. હું તેની સાથે ઉભો હતો. હું રાજકારણમાં આવવાનો નથી.

હવે એવું જોવાઈ રહ્યું છે કે, રાજન લાંબા સમયથી PM મોદી સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે. તેમની દરેક નીતિ પર કડક ટિપ્પણી કરતા હોય છે. જ્યારે તેમને આ આરોપો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, મનમોહન સિંહની સરકાર વખતે પણ તેઓ ઘણા મુદ્દાઓ પર સરકારની વિરુદ્ધ ઉભા રહ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રઘુરામ રાજને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેમના તરફથી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તે સમયે રઘુરામ રાજને કહ્યું હતું કે, 2023 ભારત માટે વધુ પડકારજનક બનવાનું છે. તેમણે કહ્યું કે આ વર્ષે પણ વિશ્વ યુદ્ધ અને અન્ય કારણોસર દુનિયા આર્થિક રીતે પરેશાન હતી, પરંતુ આગામી વર્ષ તેનાથી પણ વધુ મુશ્કેલ થવાનું છે. ભારતની અર્થવ્યવસ્થા પર પોતાનો અભિપ્રાય આપતા રઘુરામ રાજને કહ્યું કે, ભારત અને વિશ્વની અર્થવ્યવસ્થાઓ વિકાસ માટે જરૂરી એવા સુધારા તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. થોડાક અમીરોના હાથમાં મૂડીના કેન્દ્રીકરણ પર રઘુરામ રાજને રાહુલને સમજાવ્યું કે, આપણે મૂડીવાદની વિરુદ્ધ ન થઇ શકીએ, પરંતુ આપણે સ્પર્ધા માટે લડવું પડશે. આપણે માર્કેટ પર એકાધિકારની વિરુદ્ધ હોઈ શકીએ છીએ. નાના વેપાર, મોટા વેપાર દેશ માટે સારા છે પણ એકાધિકાર દેશ માટે સારું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp