ગૌતમ અદાણી વિરુદ્ધ રાહુલ ગાંધી અને PM મોદીના નિવેદનનો મામલો કોર્ટમાં પહોંચ્યો

PC: livemint.com

એક મોટા સમાચાર સામે આવ્યા છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ગૌતમ અદાણી વિરુદ્ધ ટીપ્પણી કરવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

સુરજીત સિંહ યાદવે દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. યાદવે પોતાની ખેડુત, સમાજ સેવક અને શેરબજારના ઇન્વેસ્ટર તરીકે ઓળખ આપી છે. સુરજીત સિંહે દિલ્હી કોર્ટમાં કરેલી અરજીમાં માંગ કરી છે કે, પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીએ અદાણી વિરુદ્ધ જે ટીપ્પણી કરી છે તે પાયા વિહોણી છે અને આવા નિવેદનો પર રોક લગાવવા માટે કોર્ટ આદેશ પસાર કરે.

યાદવે અરજીમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશની એક સભામાં 3 મેના દિવસે કહ્યુ હતુ કે ભાજપ સરકારે 10 વર્ષમાં મોટા અબજોપતિના 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે.જ્યારે પ્રધાનમંત્રી મોદીએ તેલગાંણાની સભામાં કહ્યું હતું કે, હવે કોંગ્રેસ અંબાણી- અદાણી બોલતી નથી, કારણકે અંબાણી- અદાણીએ કોથળા ભરીને પૈસા આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp