Video: રાહુલ ગાંધીની સંસદ ભવનમાં હીરો જેવી એન્ટ્રી, બધા સાંસદ ગેટ પર આવ્યા અને..

PC: twitter.com

ફાઇનલી 137 દિવસ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પોતાનું સંસદ પદ પાછું મળી ગયું છે. લોકસભા સચિવાલયમાંથી આનો લેટર આવી ગયો છે. સંસદ સભ્ય પદ પાછું મળતા આજે રાહુલ ગાંધી સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમની કોઇ બોલિવુડ ફિલ્મના હીરોની જેમ એન્ટ્રી થઈ હતી. તેમની કાર સંસદ ભવનના ગેટ પાસે પહોંચી ત્યારે ત્યાં પહેલેથી જ INDIA ગઠબંધના સાંસદો ઉભા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું, રાહુલ ગાંધીને બધા સાંસદોએ આવકાર આવ્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાંસદ સભ્યતા ચાલુ થઈ ગઈ છે. લોકસભા સચિવાલય તરફથી તેને લઈને અધિસૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી 2 વર્ષની સજા અને દોષસિદ્ધિને રદ્દ કરી દીધી હતી. તેની સાથે સંસદમાં વાપસીનો તેમનો રસ્તો સાફ થઈ ગયો હતો. રાહુલ ગાંધી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા હતા. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચના રોજ નીચલી કોર્ટે 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

તેના આગામી દિવસે એટલે કે 24 માર્ચના રોજ તેમની સંસદ સભ્યતા રદ્દ થઈ ગઈ હતી. હવે 137 દિવસ બાદ તેમની સભ્યતા ચાલુ થઈ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીની સભ્યતા ચાલુ કરવાનો નિર્ણય સ્વાગત યોગ્ય પગલું છે. તે ભારતના લોકો અને ખાસ કરીને વાયનાડના લોકો માટે રાહતવાળો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને મોદી સરકારે પોતાના કાર્યકાળનો જે પણ સમય બચ્યો છે તેનો ઉપયોગ વિપક્ષી નેતાઓને નિશાનો બનાવીને લોકતંત્રને બદનામ કરવાની જગ્યાએ વાસ્તવિક શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તો રાહુલ ગાંધીની સંસદ સભ્યતા ચાલુ થવા પર સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સ્પીકરે આજે નિર્ણય લીધો. અમે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું અને સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યાના તુરંત બાદ સભ્યતા ચાલુ કરી દેવામાં આવી. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદીનું સરનેમ કોમન કેમ છે? બધા ચોરોના સરનેમ મોદી કેમ હોય છે?’

રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ ગુનાહિત માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો એક રાહુલ ગાંધીએ વર્ષ 2019માં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આખા મોદી સમુદાયને કથિત રીતે એમ કહીને બદનામ કર્યો કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ છે?

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચના રોજ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષી કરાર આપતા 2 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટથી દોષી ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય તરફથી સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. જનપ્રતિનિધિ કાયદામાં પ્રવધાન છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેનાથી વધુની સજા હોય છે તો તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભા) રદ્દ થઈ જાય છે. એટલું જ નહીં, સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp