માનહાનિ કેસમાં સુરત કોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ લીધુ આ પગલું

PC: moneycontrol.com

મોદી સરનેમને લઇને સુરતની કોર્ટ દ્વારા દોષી જાહેર કરવાના નિર્ણયને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાઈકોર્ટમાં પડકાર આપશે. સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સંસદ સભ્યપદ રદ્દ કરાયાના થોડાં દિવસો બાદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ માત્ર સત્ય બોલવાની કિંમત ચુકવી રહ્યા છે અને તેઓ આગળ પણ આવી જ રીતે સત્ય બોલતા રહેશે. ભલે તેમણે તેની ગમે તે કિંમત ચુકવવી પડે.

આ પહેલા રાહુલ ગાંધી તરફથી સજા રદ્દ કરાવવા માટે સુરત કોર્ટમાં દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં બીજી દલીલ એ આપવામાં આવી હતી કે, માનહાનિના મામલામાં કોઈ ખાસ વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ સ્પષ્ટ થવો જોઈએ. સામાન્યરીતે કરવામાં આવેલી ટિપ્પણી અથવા મોટા દાયરામાં સમેટનારી ટિપ્પણીને તેમા સામેલ ના કરી શકાય. કોલારની રેલીમાં રાહુલ ગાંધીએ મોટા દાયરામાં સમેટનારી ટિપ્પણી કરી હતી. રાહુલનું આ નિવેદન એવુ છે જેમા લોકો સામાન્ય બોલચાલમાં બોલી દે છે કે નેતા તો ભ્રષ્ટ હોય છે. પંજાબી લોકો તો ખૂબ જ ઝઘડાખોર હોય છે. બંગાળી લોકો કાળો જાદુ કરે છે. એવામાં જો કોઈ નેતા, પંજાબવાસી અથવા બંગાળવાસી દેશની કોઈ કોર્ટમાં જઈને કેસ કરી દે કે તેમા મારી માનહાનિ થઈ છે, તો તેને માનહાનિ ના કહી શકાય.

સુરત કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે, એવો દાવો કરવામાં આવે છે કે ભારતમાં 13 કરોડ મોદી છે. મોદી સરનેમ કોઈ સંઘ નથી, પરંતુ કહેવામાં આવ્યુ છે કે 13 કરોડ કરતા વધુ મોદી છે. મોદીનો મામલો નથી. ગોસાઈ એક જાતિ છે અને ગોસાઈ જાતિના લોકોને મોદી કહેવામાં આવે છે. રાહુલ તરફથી વકીલે કહ્યું કે, મોદી બિરાદરી શું છે, તેને લઇને ઘણો ભ્રમ છે. જો આપણે આ સમૂહની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ તો પુરાવા આપણને ભ્રમિત કરે છે.

રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં તર્ક આપ્યો હતો કે, રાહુલની મોદી સરનેમ પર ટિપ્પણીને લઇને માનહાનિનો કેસ યોગ્ય નહોતો. સાથે જ કેસમાં મહત્તમ સજાની પણ જરૂર નહોતી. સીનિયર એડવોકેટ આરએસ ચીમાએ કહ્યું હતું કે, આપરાધિક પ્રક્રિયા સંહિતાની ધારા 389માં અપીલ પેન્ડિંગ થવા પર સજાના નિલંબનનો પ્રાવધાન છે. તેમણે કહ્યું હતું, સત્તા એક અપવાદ છે પરંતુ, કોર્ટે સજાના પરિણામો પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોર્ટે એ વાત પર વિચાર કરવો જોઈએ કે શું દોષીને અપૂરણીય ક્ષતિ થશે. એવી સજા મળવી અન્યાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp