રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ફરિયાદીએ કહ્યું-હવે તે સાંસદ પણ નથી એટલે એમને...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઈ રહી નથી. હાલમાં જ ‘મોદી સરનેમ’ કેસમાં સુરતની ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમની સાંસદ સભ્યતા જતી રહી હતી. તો હવે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તાએ શુક્રવારે ઠાણે કોર્ટને સૂચિત કરી કે જે પ્રકારે ગુજરાતની કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા છે, એવી રીતે કેસ ઠાણે કોર્ટમાં પણ છે.
જો કે, હવે રાહુલ ગાંધી સાંસદ નથી તો તેમને મળેલી સ્થાયી છૂટ રદ્દ કરવામાં આવે અને હવે તેઓ માનહાનિના કેસમાં હાજર રહી શકે છે. રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ગુનાહિત ફરિયાદ નોંધવાનારા RSS કાર્યકર્તાએ કોર્ટને કહ્યું કે, રાહુલ ગાંધી હવે સાંસદ નથી, એટલે તેઓ ઠાણેમાં માનહાનિ કેસમાં ઉપસ્થિત થઈ શકે છે. કાર્યકર્તાએ વ્યક્તિગત હાજરીથી સ્થાયી છૂટનો આગ્રહ કરનારા રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો.
ઉલ્લેખનીય છે કે, રાજેશ કૂંટેએ રાહુલ ગાંધીના એક ભાષણ પર 2014માં ભિવંડી મેજિસ્ટ્રેટની કોર્ટમાં એક અંગત ફરિયાદ નોંધાવી હતી. રાહુલ ગાંધી પર આરોપ છે કે, તેમણે પોતાના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને મહાત્મા ગાંધીની હત્યાનું જવાબદાર ઠેરવ્યું હતું. આ કેસમાં રાહુલ ગાંધી જૂન 2018માં કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરોપને સ્વીકાર્યો નહોતો. વર્ષ 2022માં તેમણે એ આધાર પર કોર્ટમાં ઉપસ્થિત રહેવાની સ્થાયી છૂટની માગ કરતા એક અરજી દાખલ કરી હતી કે તેઓ સાંસદ છે અને તેમને પોતાના મતવિસ્તારમાં પ્રવાસ કરવો પડે છે, પાર્ટીના કામમાં સામેલ થવું પડે છે અને મોટા ભાગે મુસાફરી કરવી પડે છે.
બે દિવસ અગાઉ જ રાકેશ કૂંટેએ રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કરતા કોર્ટમાં એક લેખિત નોટ આપી, જેમાં કહેવામાં આવ્યું કે, માનહાનિના કેસમાં સુરતની એક કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસ નેતાને સાંસદ પદ પરથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. તેણે આગળ કહ્યું કે, જો કે હવે રાહુલ ગાંધી સાંસદ નથી એટલે વ્યક્તિગત ઉપસ્થિતિથી સ્થાયી છૂટની માગ કરનારી તેમની અરજી અયોગ્ય છે. જે ગુના હેઠળ રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા છે અને 2 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે, તે વર્તમાન કેસ સમાન છે.
તો રાહુલ ગાંધીના વકીલ નારાયણ ઐય્યરે કહ્યું કે, કોર્ટે તેના પર ધ્યાન આપ્યું અને કોંગ્રેસ નેતાની સ્થાયી છૂટવાળી અરજી પર આદેશના કેસને 1 એપ્રિલ 2023 સુધી માટે સ્થગિત કરી દીધો. સુરતની કોર્ટે 23 માર્ચના રોજ રાહુલ ગાંધીને વર્ષ 2019ના ગુનાહિત માનહાનિ કેસમાં 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. કોર્ટે તેમને જામીન આપી દીધી હતી અને 30 દિવસ માટે સજાને સસ્પેન્ડ કરી દીધી હતી, જેથી તેઓ કોર્ટમાં અપીલ કરી શકે, સજા સંભળાવ્યાના આગામી દિવસે, તેમને લોકસભાના સભ્યના રૂપમાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp