ઉત્તરાયણથી રાહુલ ગાંધી નવી ભારત યાત્રા શરૂ થશે, મણીપુરથી આ શહેર સુધી જશે

PC: twitter.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ભારત જોડો યાત્રા કાઢી હતી અને તેની સફળતા પછી હવે 2024માં રાહુલ ગાંધી બીજી યાત્રા કાઢવા જઇ રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 14 જાન્યુઆરી 2024થી મણીપુરથી ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરવાના છે જે 20 માર્ચ 2024ના દિવસે પુરી થવાની છે. 65 દિવસ સુધી ચાલનારી આ ભારત ન્યાય યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લાઓમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધી બસ અને પગપાળા પ્રવાસ કરીને 6200 કિ.મીની યાત્રા કરવાના છે.

રાહુલની આ યાત્રાનું સંચાલન કોંગ્રેસ કરશે. રાહુલની ભારત ન્યાયયાત્રા મણીપુરથી શરૂ થઇને નાગાલેન્ડ, આસામ, મેઘાલય, બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનથી મહારાષ્ટ્રના મુંબઇમાં પુરી થશે. લોકોને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય અપાવવા માટે આ યાત્રા કાઢવાનો હેતું હોવાનું કોંગ્રેસે કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp