પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડતા તો PM મોદી 2-3 લાખ વૉટથી હારી જતા: રાહુલ ગાંધી

PC: aljazeera.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભાની ચૂંટણી પરિણામોને લઈને એક દાવો કર્યો. તેમણે કહ્યું કે, જો તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ વારાણસી સીટથી ચૂંટણી લડી હોત તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટા અંતરથી હરાવી દેતા. હું આ વાત અહંકારમાં કહી રહ્યો નથી, એટલે કહી રહ્યો છું કે, વડાપ્રધાનને ભારતની જનતાએ મેસેજ આપ્યો છે કે તમારી રાજનીતિ અમને સારી નથી લાગી અને અમે તેની વિરુદ્ધ છીએ. અમે નફરત વિરુદ્ધ છીએ, હિંસા વિરુદ્ધ છીએ.

ભાજપે વર્ષ 2014 બાદ ઉત્તર પ્રદેશમાં પોતાનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ભાજપે હાલમાં જ સંપન્ન વિધાનસભાની ચૂંટણીમાં 33 લોકસભા સીટ જીતી, જે સમાજવાદી પાર્ટીથી 4 ઓછી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતમાં કોંગ્રેસના અજય રાય વિરુદ્ધ વારાણસી સીટ પર પાછળ ચાલી રહ્યા હતા. અંતમાં વડાપ્રધાને સીટ જીતી લીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે,હું કોંગ્રેસ પાર્ટીના બધા નેતાઓ, સભ્યો અને અમેઠી અને રાયબરેલીની જનતાનો આભાર માનું છું કે તેમણે અમને જીતાડ્યા. આ વખત કોંગ્રેસ પાર્ટી અમેઠી, રાયબરેલી, ઉત્તર પ્રદેશ અને આખા દેશમાં એકજૂથ લઈને લડી. હું સમાજવાદી પાર્ટીને કહેવા માગું છું કે, આ વખત તમારા નેતાઓએ કોંગ્રેસ નેતાઓ સાથે મળીને ચૂંટણી લડી.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તમે (ભાજપે) અમેઠીમાં કિશોરી લાલ શર્માને, રાયબરેલીથી મને અને ઉત્તર પ્રદેશમાં INDIA ગઠબંધનના સાંસદોને જીતાડ્યા. તમે આખા દેશની રાજનીતિ બદલી દીધી છે. દેશના વડાપ્રધાનને જનતાએ સંદેશ આપ્યો છે કે જો તેઓ સંવિધાનને હાથ લગાવશે તો જુઓ તેમની શું હાલત કરીશું. તમે તસવીર જોઈ હશે કે નરેન્દ્ર મોદીએ સંવિધાનને પોતાના માથે લગાવી રાખી છે. આ દેશની જનતાએ કરાવ્યું છે. દેશના વડાપ્રધાનને જનતાએ સંદેશ આપ્યો છે કે જો તમે સંવિધાન સાથે ખેલવાડ કર્યો તો સારું નહીં થાય. લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના રાયબરેલી મતવિસ્તારથી જીત્યા બાદ બંને કોંગ્રેસ નેતાઓનો આ પહેલો રાયબરેલી પ્રવાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp