PM મોદીથી શું છે પરેશાની? રાહુલને કાશ્મીરી વિદ્યાર્થીઓએ પૂછ્યો સવાલ

PC: business-standard.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, લગ્ન કરવાની તેમની કોઈ પ્લાનિંગ નથી, પરંતુ લગ્ન થાય છે તો ઠીક છે. રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કાશ્મીરી વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરવા દરમિયાન એમ પણ કહ્યું કે છેલ્લા 20-30 વર્ષોમાં હવે તેઓ લગ્નના દબાવથી બહાર નીકળ્યા છે. ગયા અઠવાડિયે જ્યારે કોંગ્રેસ સાંસદ જમ્મુ-કશ્મીરના પ્રવાસે હતા, ત્યારે તેમણે આ વિદ્યાર્થિનીઓ સામે વિભિન્ન મુદ્દાઓ પર પોતાના વિચાર રાખ્યા હતા. તેમણે કાશ્મીરી વિદ્યાર્થિનીઓના એક ગ્રુપ સાથે આ વાતચીતનો વીડિયો સોમવારે પોતાની યુટ્યુબ પર અપલોડ કર્યો.

તેમાં જ્યારે કાશ્મીરની વિદ્યાર્થિનીઓ તેમને લગ્નની યોજના બાબતે સવાલ કર્યો તો કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હું લગ્નની યોજના બનાવી રહ્યો નથી, પરંતુ જો થાય છે તો ઠીક છે. તેમનું એમ પણ કહેવું હતું કે 20-30 વર્ષ બાદ લગ્નના દબાવથી બહાર નીકળી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ એ છોકરીઓને એમ પણ કહ્યું કે, તેઓ પોતાના લગ્નમાં તેમને આમંત્રિત કરશે. તેમણે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરનો પૂર્ણ રાજ્યનો દરજ્જો યથાસ્થિતિ કરવાની માગ ઉઠાવી અને કહ્યું કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશને દિલ્હીથી ચલાવવાનો કોઈ મતલબ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબતે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન સામે મારી સમસ્યા એ છે કે તેઓ કોઇની વાત સાંભળતા નથી. મને એવા કોઈ પણ વ્યક્તિથી સમસ્યા છે જે શરૂઆતથી જ માની લે છે કે તેઓ સાચા છે. અહી સુધી કે જો તેમને કોઈ કંઇ દેખાડી રહ્યું છે તો તે ખોટું છે, તેઓ તેને નહીં સ્વીકારે. એવામાં આ પ્રકારના વ્યક્તિ હંમેશાં કોઈને કોઈ સમસ્યા ઉત્પન્ન કરે છે. કોંગ્રેસ નેતાએ જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી બાબતે પણ વાત કરી.

તેમણે વિદ્યાર્થિનીઓને કહ્યું કે, આ ભારતીય ઇતિહાસમાં પહેલી વખત છે કે કોઈ રાજ્ય પાસેથી તેનો પૂર્ણ રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. જે પ્રકારે આ બધુ કરવામાં આવ્યુ છે તે પસંદ આવ્યું નથી, પરંતુ હવે અમારા માટે સિદ્ધાંત રાજ્યનો દરજ્જો પરત લાવવાનો છે અને તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોનું પ્રતિનિધિત્વ સામેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાજ્યને દિલ્હીથી ચલાવવાનો કોઈ મતલબ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp