કોઈ રામ લહેર નથી, પ્રાણ પ્રતિષ્ઠા તો ભાજપનો... રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

PC: livemint.com

ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર પ્રતિક્રિયા આપી. તેમણે આ કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ બતાવ્યો અને રામ લહેર પર એક સવાલના જવાબમાં કહ્યું કે, એવી કોઈ લહેર નથી. કોંગ્રેસ નેતાએ ફરી એક વખત મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી બતાવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે તેA જ્યારે પણ લોકો સાથે વાત કરે છે તો તેઓ બતાવે છે કે રાજ્યમાં ખૂબ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને મોંઘવારી છે. ખેડૂત પરેશાન છે અને યુવાઓને નોકરી મળી રહી નથી. 

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એ જ મુદ્દાને ઉઠાવી રહ્યા છે અને સફળતા પણ મળી છે. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાના 5 સ્તંભ બતાવ્યા છે. તેમણે કહ્યું કે, ન્યાય યાત્રાના 5 સ્તંભ જેમાં યુવા ન્યાય, ભાગીદારી, નારી ન્યાય, ખેડૂત ન્યાય અને અને શ્રમિક ન્યાય સામેલ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આગામી એક દોઢ મહિનામાં એ જ મુદ્દા પર યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પોતાની વાત રાખશે. કોંગ્રેસ નેતાએ આસામના મુખ્યમંત્રીને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, તેઓ જે યાત્રાનો વિરોધ કરી રહ્યા છે, તેનાથી યાત્રાનો ફાયદો થઈ રહ્યો છે. જે પબ્લિસિટી અમને મળતી નથી, તે આસામના મુખ્યમંત્રી અને તેમની પાછળ અમિત શાહ અમારી મદદ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મંદિરમાં જતા રોકવું, કૉલેજ જતા રોકવું કે પદયાત્રા રોકવાનું એ તો તેમની ડરાવવાની ટેક્ટિસ છે, પરંતુ અમે ડરતા નથી. ન્યાય યાત્રા ગામ ગામ સુધી જઇ રહી છે. લોકો પણ પૂછી રહ્યા છે કે આખરે રાહુલ ગાંધીને કેમ રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિપક્ષની લડાઈ કોંગ્રેસ લડી રહી છે અને પાર્ટનર પાર્ટી છે એ લડી રહી છે. જ્યારે ભાજપ યાત્રામાં બાધા નાખે છે તો તેનાથી તેઓ યાત્રાની મદદ જ કરી રહી છે. હું ઈચ્છું છું કે યાત્રાને રોકવામાં આવે. અમને કૉલેજ જતા રોકે.

કૉલેજ જવાથી રોક્યા તો આખી કૉલેજ બહાર આવી ગઈ, બધા વિદ્યાર્થીઓએ અમને સાંભળ્યા અને દેશે સાંભળ્યા. જે પણ આ યાત્રામાં આવવા માગે છે, આવી શકે છે. ઈન્ડિયા પાર્ટનર્સને બોલાવવામાં આવ્યા છે અને બધાને આમંત્રિત પણ કરવામાં આવ્યા છે. રામ મંદિર પ્રતિષ્ઠાને રાહુલ ગાંધીએ ભાજપનો રાજનીતિક કાર્યક્રમ બતાવ્યો, જેમાં મોદીજીએ આખું ફંક્શન કર્યું. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, રામજીની લહેરનો સામનો કરવા માટે શું કરશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, એવી કોઈ લહેર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp