રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીનો ચહેરો ન બનાવવા જોઇએ, શશિ થરુરે જણાવ્યું કારણ

PC: jagrantv.com

કોંગ્રેસ સાંસદ શશિ થુરરે કહ્યું કે INDIA ગઠબંધન માટે આગામી લોકસભા ચૂંટણીમાં કોઇને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવારને ઉતારવો યોગ્ય રહેશે. ચૂંટણી ચહેરા પર નહીં, પરંતુ મુદ્દા પર લડાવવી જોઇએ. તેમણે કહ્યુ કે મારું માનવું છે કે ગઠબંધન ચૂંટણી પછી જ એનો વિચાર કરે કે પ્રધાનમંત્રી કોણે બનવું જોઇએ. એટલા માટે મારું માનવું છે કે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ન બનાવવા જોઇએ.

થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે, INDIA મોર્ચો ઝડપથી આગળ વધી રહ્યો છે અને ઉભરી રહ્યો છે. આ સાથે જ શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર સરહદ પર ચીનની આક્રમકતા રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કરતા થરૂરે કહ્યું કે જ્યાં સુધી એવું કહીને લોકોને છેતરવાનું બંધ નહીં કરે કે ચીને કશું કર્યું નથી અને કોઈ ફેરફાર થયો નથી. તો દેશે મોટું નુકશાન વેઠવું પડી શકે છે અને ચીનના હાથે આપણો મહત્ત્વનો વિસ્તાર ગુમાવવો પડી શકે છે.

તાજેતરમાં જ CWCના સભ્ય બનેલા થરૂરે કહ્યું, જ્યાં પણ પક્ષને ઉપયોગી જણાય. હું સમિતિની અંદર અને બહાર યોગદાન આપવા માટે ઉત્સુક છું. અમારા માટે હવે, મને લાગે છે કે તાત્કાલિક ફોકસ, તાત્કાલિક પ્રાથમિકતા 2024ની ચૂંટણીઓ અથવા કદાચ તેનાથી પણ પહેલા હોવી જોઈએ.

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું, અમને ખબર નથી કે કેટલાક લોકોના સૂચન મુજબ વહેલી ચૂંટણી થઈ શકે છે કે કેમ. પરંતુ ગમે તે થાય, આપણે ભારતના લોકોનો સામનો કરવા અને તેમના માટે સત્તા પરત લેવા માટે તૈયાર રહેવું પડશે. તેમણે ઘણા સમાન વિચારધારા ધરાવતા નેતાઓના સમર્થનથી AICC પ્રમુખની ચૂંટણી લડી હતી. હું દૃઢપણે માનું છું કે ચૂંટણી દરમિયાન મને મળેલા તમામ સમર્થનને કારણે હું CWC સભ્ય બન્યો છું.

વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવ પર શશિ થરુરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે, એવી કોઇ વ્યવહારિક રીત નથી જેનાથી આવી પ્રણાલી લાગૂ પડી શકે. તેમણે આગળ કહ્યું કે વન નેશનલ વન ઇલેકશન એ સંસદીય લોકતંત્ર પર આધારિત હાલની પરંપરાની વિરુદ્ધ હશે, જ્યાં સદનમાં બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીઓ સત્તામાં બની રહી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp