26th January selfie contest

રાહુલે આ મુદ્દે સ્મૃતિ ઇરાનીનો ફોટો શેર કરી આપ્યું તેમને સમર્થન

PC: youtube.com

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર બાદ સબસીડી વગરના ગેસના બાટલાના ભાવમાં થતા ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા એક ફોટો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો હતો. આ ફોટાથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અરસો દેખાડવાનો પ્રયત્ન થયો છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો એક જૂનો ફોટો ટ્વિટ કર્યો છે. જેમાં તે ભાજપના કાર્યકર્તા તરીકે ગેસના બાટલા સાથે વિરોધ કરી રહ્યા છે.

 

આ એ સમયનો ફોટો છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનું શાસન રહ્યું હતું. ભાજપ વિપક્ષમાં હતો. .યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન ભાવ વધારાનો વિરોધ ભાજપ તરફથી કરવામાં આવ્યો હતો આ એ સમયનો ફોટો છે. એ વખતે ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો. સ્મૃતિ ઈરાની ભાજપના કાર્યકર્તાઓ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું હતું કે, હું ગેસના બાટલાના ભાવ વધારા સામે વિરોધ કરી રહેલા ભાજપના આ સભ્યો સાથે સહમત છું. એનું સમર્થન કરું છું. રાહુલ ગાંધીએ મોદી સરકારને આ ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચવા માટે કહ્યું છે.

ગત બુધવારે સબસીડી વગરના ગેસના બાટલાના ભાવમાં રૂ.150નો ભાવ વઘારો કરવામાં આવ્યો હતો. જેથી રાજધાની દિલ્હીમાં ગેસના બાટલાના રૂ144, કોલકાતામાં 149, મુંબઈમાં 145 અને ચેન્નઈમાં 147 રૂ. વધારે આપવા પડશે. જેથી દિલ્હીમાં નવો ભાવ રૂ. 858.50, કોલકાતામાં રૂ.896, મુંબઈમાં 829.50 રૂ. અને ચેન્નઈમાં 881 રૂ. ભાવ સામે આવ્યો છે. તા. 12 ફેબ્રુઆરીથી આ નવા ભાવ લાગુ પડી જશે. આ પહેલા ગેસના બાટલાના ભાવમાં જાન્યુઆરી મહિનામાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp