રાહુલ ગાંધી કુલીના ડ્રેસમાં, માથા પર મુસાફરોનો સામાન લઈ જોવા મળ્યા, જુઓ વીડિયો
રાહુલ ગાંધી આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના સાંસદ કુલીઓને મળ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કુલીઓની સમસ્યાઓને પણ ધ્યાનથી સાંભળી અને તેમને સમજ્યા.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હજુ ચાલુ છે. આ સંદર્ભમાં આજે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કુલીઓની વચ્ચે બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે.
कुली भाइयों के बीच जननायक pic.twitter.com/nor4tSyoR8
— Congress (@INCIndia) September 21, 2023
કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, 'ભારત જોડો યાત્રા હજુ ચાલુ છે! મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને જન નેતા રાહુલ ગાંધીએ ભારતને એક કરવાની યાત્રા શરૂ કરી છે. તેમનો કાફલો આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. રાહુલે કુલીઓના મનની વાત સાંભળી હતી, તેમની પીડા અને સમસ્યાઓ સાંભળી અને સમજ્યા પણ હતા.
રાહુલ ગાંધીએ સ્ટેશન પર કામ કરતા કુલીઓની વચ્ચે બેસીને તેમની કાર્યશૈલી અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કુલીઓએ રાહુલ ગાંધીને તેમનો યુનિફોર્મ પણ પહેરાવ્યો હતો. રાહુલ ગાંધીએ માત્ર કુલીનો યુનિફોર્મ જ નહીં પહેર્યો પરંતુ બેજ પણ પહેર્યો હતો. રાહુલ ગાંધીની હાથની ઉપરની બાજુમાં 756 નંબર સાથેનો બેજ પણ જોવા મળ્યો હતો.
મીડિયાના સૂત્રોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કુલીનો ડ્રેસ પહેરેલા જોવા મળે છે. આ સિવાય તે પેસેન્જરનો સામાન માથા પર ઊંચકેલો નજરે પડે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી માથા પર સૂટકેસ લઈને થોડે દૂર ચાલે છે અને પછી તે સૂટકેસ બીજા કુલીને આપી દે છે. આ સમય દરમિયાન, સ્ટેશન પર ઘણા કુલીઓ જોવા મળે છે. રાહુલ ગાંધીએ કુલીનો ડ્રેસ પહેર્યો છે.
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc
— ANI (@ANI) September 21, 2023
હકીકતમાં, ઓગસ્ટ મહિનામાં કુલીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં કુલીઓએ કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી હવે કોંગ્રેસના આ જન નેતા તેમને મળવા પહોંચ્યા હતા. આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર હાજર એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે, રાહુલ ગાંધી આનંદ વિહારમાં ઓટો ડ્રાઈવરો અને કુલીઓને મળ્યા છે. તેમણે અમને કહ્યું છે કે, તેઓ સરકાર સમક્ષ અમારા મુદ્દાઓ રજૂ કરશે. કુલીઓએ રાહુલ ગાંધી સાથે મળીને ઘણા ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp