રાહુલે PMને મંચ પર ચર્ચા માટે આમંત્રિત કર્યા, ઈરાની કહે- 'કોણ છે રાહુલ ગાંધી'

PC: khabarchhe.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદીને જાહેર મંચ પર ચર્ચાનો પડકાર ફેંક્યો છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમના પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ 11 મેના રોજ કહ્યું હતું કે, તેઓ અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણી પર જાહેર ચર્ચામાં ભાગ લેવા માટે ખુશ થશે. રાહુલે આશા વ્યક્ત કરી હતી કે, PM નરેન્દ્ર મોદી પણ આ ચર્ચા માટેના આમંત્રણનો સ્વીકાર કરશે. જેના પર હવે તેમના પર સ્મૃતિ ઈરાની સહિત ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓએ પ્રહારો કર્યા છે.

કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી BJPના લોકસભા ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું, 'રાહુલ ગાંધીમાં તેમના કહેવાતા મહેલમાં BJPના સામાન્ય કાર્યકર સામે ચૂંટણી લડવાની હિંમત નથી. તેથી આવી બડાઈ મારવાથી બચો. બીજું, જે PM મોદી સાથે તેમની બરાબર બેસીને ચર્ચા કરવા માંગે છે, હું તેમને પૂછવા માંગુ છું કે, શું તેઓ INDI ગઠબંધનના PM પદના ઉમેદવાર છે?'

તેજસ્વી સૂર્યાએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, 'રાહુલ ગાંધી કોણ છે, કે PM મોદીએ તેમની સાથે ચર્ચા કરવી જોઈએ? રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટી તરફથી PM પદના ઉમેદવાર પણ નથી, INDIA ગઠબંધનની વાત તો છોડો. પહેલા તેમણે પોતાને કોંગ્રેસના PM પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ, કહો કે તેઓ તેમની પાર્ટીની હારની જવાબદારી લેશે અને પછી PM મોદીને ચર્ચા માટે બોલાવે.

હકીકતમાં, બે ભૂતપૂર્વ ન્યાયાધીશો અને વરિષ્ઠ પત્રકાર એન રામે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી અને PM મોદીને પત્ર લખ્યો હતો, જેમાં તેમને મુખ્ય ચૂંટણી મુદ્દાઓ પર જાહેર ચર્ચા માટે આમંત્રણ આપ્યું હતું. જેનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. જેના જવાબમાં રાહુલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જવાબની કોપી શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'સ્વસ્થ લોકશાહી માટે મુખ્ય પક્ષો દ્વારા એક જ મંચ દ્વારા દેશ સમક્ષ પોતાનું વિઝન રજૂ કરવું એ એક સકારાત્મક પહેલ હશે. અલગ-અલગ પક્ષો પરના કોઈપણ પાયાવિહોણા આરોપો પર રોક લગાવવી પણ જરૂરી છે. ચૂંટણી લડતા મુખ્ય પક્ષો હોવાના કારણે, જનતાને તેમના નેતાઓને સીધા સાંભળવાનો સંપૂર્ણ અધિકાર છે. તેથી, મને અથવા કોંગ્રેસ અધ્યક્ષને આવી ચર્ચાનો ભાગ બનીને ખૂબ આનંદ થશે.'

રાહુલે સાથે એમ પણ લખ્યું હતું કે, આખો દેશ એવી અપેક્ષા રાખે છે કે, PM મોદી પણ આ સંવાદમાં ભાગ લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp