રાહુલ ગાંધીએ જણાવ્યું તેમને કેવું લાગ્યું બજેટ, કહ્યું- કોપી-પેસ્ટ...

PC: x.com/RahulGandhi

મોદી સરકારે બજેટ રજૂ કરી દીધું અને બજેટને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો બજેટને સારું કહી રહ્યા છે, તો ઘણા લોકો આની ટીકા કરી રહ્યા છે. વિપક્ષ પણ આ બજેટની ટીકા કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ બજેટ વિશે લખ્યું હતું કે, આ બજેટ સહયોગીઓ, મિત્રોને ખુશ કરવા માટે છે અને સામાન્ય ભારતીયોને આમાં કોઈ રાહત નથી આપવામાં આવી. આ બજેટ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરો અને પાછલા બજેટનું કોપી-પેસ્ટ છે. રાહુલ ગાંધીએ આ બજેટને ખુરશી બચાઓ બજેટ કહ્યું હતું.

બજેટમાં સરકાર કરી મોટી જાહેરાતો, 1 કરોડ યુવાઓને મળશે દર મહિને આટલું ભથ્થું

મોદી સરાકરના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આ બજેટને સંસદમાં રજૂ કરી રહ્યા છે. પોતાના બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ સતત શાનદાર બનેલી છે. ભારતની મુદ્રાસ્ફીતિ સ્થિર છે જે 4 ટકાના લક્ષ્ય તરફ છે. તેમણે કહ્યું કે, ગરીબ યુવા, મહિલા ખેડૂત જેવા મુખ્ય વર્ગો પર ધ્યાન આપવાનો પ્રયાસ છે. રોજગાર, કૌશલ્ય, MSME. મધ્યમ વાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતની જનતાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

નાણામંત્રીએ આવકવેરાના સ્લેબમાં મોટા બદલાવોની જાહેરાત કરી. હવે સ્ટાન્ડર્ડ ડીડક્શનની સીમા 50 હજારથી વધારીને 75 હજાર કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થામાં 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3-7 લાખ સુધીની કમાણી પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7-10 લાખની આવક થવા પર 10 ટકાના દરથી આવક કર લાગશે. 10-12 લાખના ટેક્સેબલ આવક પર 15 ટકાના દરથી કર લાગશે. 12-15 લાખની ટેક્સેબલ આવક પર 20 ટકા કર લાગશે. 15 લાખથી વધુના ટેક્સેબલ આવક પર 30 ટકાના દરથી કર લાગશે.

આગામી 5 વર્ષમાં પાયાના ઢાંચા માટે મજબૂત રાજકોષીય સમર્થન બનાવી રાખવા માટે પૂંજીગત વ્યયે માટે 11,11,111 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારો દ્વારા પાયાના ઢાંચાના રોકાણનું સમર્થન કરવા માટે દીર્ઘકાલીન વ્યજ મુક્ત લોન માટે 1.5 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, 25 હજાર ગ્રામીણ વસ્તીઓને બધા હવામાનોને અનુકલ રસ્તા પ્રદાન કરવા માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ચરણ 4નો શુભારંભ કરવામાં આવશે.

આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધાર માટે પ્રધાનમંત્રી જનજાતિઓ ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ યોજના આદિવાસી બહુધા ગામો અને આકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજને અપનાવશે. તેનાથી 63,000 ગામોને કવર કરવામાં આવશે, જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને લાભ થશે. બજેટમાં MSMEs અને વિનિર્માણના વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવ્યું છે. બજેટમાં MSMEsને તેના તણાવની અવધિ દરમિયાન બેંક લોન ચાલુ રાખવાની સુવિધા માટે નવી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મુદ્રા લોનની સીમા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ કરવામાં આવી છે.

પૂર્વોદય સ્કીમની પણ જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, દેશની ટોપ કંપનીઓમાં યુવાઓને ટ્રેનિંગ અપવામાં આવશે, જેના માટે દર મહિને આ યુવાઓને 500 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. બિહારમાં રસ્તાઓ માટે 26 હજાર કરોડનું પ્રાવધાન કરવામાં આવશે. મહિલાઓ અને છોકરીઓને લાભ પહોંચાડનારી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એજ્યુકેશન લોનના વ્યાજદર પર પણ છૂટ આપવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાના લોન માટે ઇ-વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 2 ટકાની વાર્ષિક વ્યાજની છૂટ આપવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય તાલીમ સાથે જોડાયેલી 5 સ્કીમ માટે 2 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.

નવા ટેક્સ રીજિમમાં 17500 રૂપિયાની બચત કરી શકે છે એમ્પલોય. એ સિવાય અન્ય કેટલાક બદલાવ કરવામાં આવી રહ્યા છે. લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ છૂટ આપવામાં આવશે. જ્યારે લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું રાજસ્વ અતિરિક્ત રૂપે ભેગું કરવામાં આવશે. આ પ્રકારે રાજસ્વ છૂટ 7000 કરોડ રૂપિયા છે. વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ ઘટ્યો. સોના અને ચાંદી અપર ઘટી કસ્ટમ ડ્યુટી, હવે 6 ટકા જ આપવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp