હુડ્ડા અને સૈલજા વચ્ચે પેચઅપ કરાવતા દેખાયા રાહુલ, આ તસવીરનું મહત્ત્વ સમજો
રાજકારણમાં સંકેતોની પોતાની એક ભૂમિકા હોય છે, પોતાની ભાષા હોય છે. સંબંધોને લઇને સમીકરણો સુધી, બનતા-બગડવાની આ પ્રક્રિયામાં સૌથી મોટા સંદેશવાહક હોય છે. ખાસ કરીને ચૂંટણી વાતાવરણમાં. હરિયાણામાં ચૂંટણી છે. 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે અને તેના 5 દિવસ અગાઉ 30 સપ્ટેમ્બરે એવી જ એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં રાહુલ ગાંધીને લઇને પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને કુમારી સૈલજા સુધી, બધા એક-બીજાનો હાથ પકડીને તેને ઉઠાવતા નજરે પડી રહ્યા છે. આ તસવીરનું ખૂબ મોટું રાજકીય મહત્ત્વ છે. આ તસવીરના માધ્યમથી કોંગ્રેસ સંકેતની ભાષામાં કયો સંદેશ આપવા માગે છે. તેને 4 પોઇન્ટમાં સમજી શકાય છે.
બધા એકજૂથ છીએ
હરિયાણા ચૂંટણી માટે ઉમેદવારોની આખી લિસ્ટ આવ્યા બાદ જ કુમારી સૈલજાની નારાજગની ચર્ચા હતી. સિરસાથી સાંસદ સતત મુખ્યમંત્રી પદને લઇને દાવેદારી કરી રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ પાર્ટીએ ટિકિટ જ ન આપી. એક કાર્યક્રમમાં જાતિગત ટિપ્પણી બાદ કુમારી સૈલજાએ ચૂંટણી પ્રચારથી પણ દૂરી બનાવી લીધી અને ચર્ચાઓ તો ભાજપમાં સામેલ થવાને લઇને પણ થવા લાગી હતી. કુમારી સૈલજા નારાયણગઢની રેલીમાં ન માત્ર સામેલ થયા. રાહુલ ગાંધી કુમારી સૈલજા અને હુડ્ડાના હાથ ઉઠાવીને પોતે પાછળ હટીને પેચઅપ કરાવતા નજરે પડ્યા. તેના માધ્યમથી રાહુલ અને કોંગ્રેસની રણનીતિ ‘અમે બધા એકસાથે છીએ’નો સંદેશ આપવાનો પ્રયાસ છે. કોંગ્રેસ સચિવ કે.સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા X પર ટ્વીટ કરતા લખ્યું કે, ‘અમે સાથ હૈ તો હાથ યે, હાલાત બદલ દેગા.’
हम साथ है तो हाथ ये, हालात बदल देगा! ✋ pic.twitter.com/tFtvj72MsP
— K C Venugopal (@kcvenugopalmp) September 30, 2024
જૂથબંદીની સમસ્યા:
હરિયાણામાં કોંગ્રેસની જૂથબંદી જગજાહેર છે. સત્તામાં વાપસીના માર્ગે હરિયાણા કોંગ્રેસની જૂથબંદીને એક મોટો રોડો માનવામાં આવે છે. રાજ્યમાં પાર્ટીનું સંગઠન નથી, પરંતુ દરેક નેતાનું પોતાનું કેડર છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પોતાના લોકો છે તો કુમારી સૈલજાના પણ. ટિકિટ ફાળવણી બાદ હુડ્ડા જૂથના દબદબાનો સંદેશ અને કુમારી સૈલજાની નારાજગી, પ્રચારથી દૂરી, હરિયાણાની અનુકૂળ પીચ પર કોંગ્રેસની ચૂંટણીની સંભાવનાઓને ક્યાંક નુકસાન ન પહોંચાડી દે. પાર્ટી નેતૃત્વ પણ તેને સમજી રહ્યું હતું. હવે આ તસવીરના માધ્યમથી હુડ્ડા અને કુમારી સૈલજા, બંને જ જૂથના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જ આવતા હરિયાણાના મતદાતાઓને પણ એ સંદેશ આપવાનો પ્રયાસ છે કે જૂથબંદીની કોઇ સમસ્યા નથી.
કુમારી સૈલજાની પકડ યથાવત:
કુમારી સૈલજાની ગણતરી ગાંધી પરિવારના નજીકના લોકોમાં થાય છે. ટિકિટ ફાળવણીમાં જે પ્રકારે હુડ્ડા જૂથનો દબદબો નજરે પડ્યો, એ ચર્ચા પણ શરૂ થઇ કે શું કુમારી સૈલજાની પાર્ટી પરની પકડ નબળી થતી જઇ રહી છે. હવે આ તસવીરના માધ્યમથી કોંગ્રેસે એક પ્રકારે એ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ કર્યો છે. તસવીરમાં કુમારી સૈલજાની એક તરફ પ્રિયંકા ગાંધી છે તો બીજી તરફ રાહુલ ગાંધી. એ બતાવે છે કે ગાંધી પરિવાર વચ્ચે કુમારી સૈલજાનું મહત્ત્વ ઓછું થયું નથી. ગાંધી પરિવાર અને પાર્ટી પર કુમારી સૈલજાની પકડ યથાવત છે.
હુડ્ડા માટે શું મહત્ત્વ?
તસવીરમાં જોઇએ તો પ્રિયંકા ગાંધી બાદ કુમારી સૈલજા, રાહુલ ગાંધી, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પછી કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ નજરે પડી રહ્યા છે. આ તસવીર પોતાની જાતમાં આખી કહાની રજૂ કરે છે. કુમારી સૈલજા જ્યાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે છે તો ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલ વચ્ચે. આ એ વાતના સંકેત છે કે હુડ્ડાને પણ હાઇકમાન્ડની સાંભળવી પડશે અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી પર નિર્ણયમાં પણ હાઇકમાન્ડની જ ચાલશે. હુડ્ડા-સૈલજા બંને જૂથો વચ્ચે સમન્વય બનાવવાનું કામ કેન્દ્રીય નેતૃત્વ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp