બિહારમાં પુલ અને પિલર બાદ હવે ધસ્યા રેલવે ટ્રેક,મૂંગેરમાં મોટો અકસ્માત થતા ટળ્યો
બિહાર-ઝારખંડમાં છેલ્લા 2 અઠવાડિયામાં પુલ પડી જવાની ઘણી મોટી ઘટનાઓ થઈ. તો પુલ અને પિલર ધસ્યા બાદ હવે બિહારથી રેલ ટ્રેક ધસવાની ઘટના સામે આવી છે. બિહારના મુંગેરમાં રેલવે ટ્રેક ધસવાના કારણે અફરાતફરી મચી ગઈ. મુંગેરના જમાલપુર-ક્યૂલ રેલખંડ પર સામાન્ય વરસાદમાં મહરના ગામ પાસે રેલવે ટ્રેક ધસી ગયા. જો કે, અહી મોટો અકસ્માત થતા થતા બચી ગયો. ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળ પર અંડરપાસનું કામ ચાલી રહ્યું હતું અને વરસાદના કારણે ત્યાંથી માટી સરકી ગઈ, જેના કારણે ત્યાં રેલવે ટ્રેક ધસી ગયા.
જો કે, સૂચના મળતા જ બચાવ દળ અને રેલવે અધિકારી ઘટનાસ્થળ પર પહોંચી ગયા અને રેલવે ટ્રેકનું સમારકામ કાર્ય યુદ્ધ સ્તર પર શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના બાદ થોડા સમય માટે રેલવે પરિચાલન પ્રભાવિત થયો હતો, પરંતુ હવે ધીરે ધીરે ટ્રેનોનું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ જમાલપુરથી ક્યૂલ તરફ જનારી DMU પેસેન્જર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ ધીરે ધીરે કરીને ટ્રેન પાસ કરાવવામાં આવી.
એ સિવાય ભાગલપુર- મુઝફ્ફરપુર ઇન્ટરસિટી ટ્રેનને પણ પાર કરાવવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ લગભગ એક કલાક રેલ પરિચાલન પૂરી રીતે બાધિત રહ્યું. કહેવામાં આવે છે કે જમાલપુર-ક્યૂલ રેલખંડ વચ્ચે મહરના ગામ પાસે અંડરપાસ પુલ નંબર 20 પાસે વરસાદના કારણી માટી ધસી ગઈ. જેના કારણે ટ્રેક ક્ષતિગ્રસ્ત થઈ ગયા. જો કે, રાહતની વાત એ છે કે આ દરમિયાન એક મોટી ઘટના થતા થતા બધી ગઈ.
આ ઘટના બાબતે જાણકારી આપતા ધરહરા રેલવે સ્ટેશનના સંચાલક પ્રફુલ કુમાર સિંહે જણાવ્યું કે, રેલવેને LC ગેટ નંબર 20ના ગેટમેન પાસે ટ્રેક ધસવાની સૂચના મળી. ત્યારબાદ કંટ્રોલ રૂમને તાત્કાલિક સૂચિત કરવામાં આવ્યો. થોડા સમયમાં એક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું. ટ્રેક ધસવાના કારણે આ રુટ પર 50 મિનિટ સુધી ટ્રેનોનું પરિચાલન પ્રભાવિત રહ્યું. ગોવાળે સૂઝબૂઝ દેખાડતા પોતાનો ગમછો કાઢીને ટ્રેનને ધસેલા ટ્રેક પહેલા જ રોકી દીધી. તેનાથી મોટો રેલ અકસ્માત થતા થતા બચી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp