ગોવા એરપોર્ટ પર જોવા મળ્યો રેલવે સ્ટેશન જોવો નજારો

PC: twimg.com

ગોવા એરપોર્ટના એક્ઝિટ દરવાજા પાસે જમીન પર સૂતેલા પર્યટકોની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ગોવા એરપોર્ટના અધિકારીઓએ સૂચના આપવી પડી હતી કે આ રીતે ભવિષ્યમાં ઘટના ન બનવી જોઇએ. ગોવા એરપોર્ટ નૌકાસેનાના આઇએનએસ હંસા અડ્ડાનો હિસ્સો છે જ્યાં મિગ-29 સહિત ઘણાં અન્ય લડાકુ વિમાનો રાખવામાં આવે છે.

વાયરલ થયેલી આ તસવીર રવિવાર રાત્રે ગોવા પહોંચેલા યાત્રીઓ એરપોર્ટના એક્ઝિટ ડોર પાસે જમીન પર સૂતેલા દેખાય છે અને ચંપલ અને બુટ અહીં તહીં પડેલા દેખાઇ રહ્યા હતા. ફોટો જોતા એવું લાગી રહ્યું છે જાણે તે કોઇ એરપોર્ટનો નહીં પરંતુ રેલવે સ્ટેશનનો નજારો હોય. સામાન્ય રીતે ભારતીય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લોકો સૂતેલા દેખાતાં હોય છે પરંતુ એરપોર્ટ પર આ પ્રકારના નજારા પહેલી વખત દેખાયો હતો.

સત્તાધારી પાર્ટીની સહયોગી પાર્ટી ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતા દુર્ગાદાસ કામત સહિત ઘણાં ઇન્ટરનેટ યુઝર્સે રાજ્યના એરપોર્ટ પર આ પ્રકાર રેલવે સ્ટેશનમાં બદલાઇ જવાને લઇને ચિંતા જાહેર કરી હતી.
દુર્ગાદાસ કામતે ટ્વીટ કર્યું કે, ગોવા એરપોર્ટનો નજારો, શું આપણને ગોવામાં આવાં ખરાબ પર્યટકોની જરૂર છે. ગોવા એરપોર્ટના અધિકારીઓએ આના પર કાર્યવાહી કરવી જોઇએ. આવાં બેકાર લોકોની જરૂર નથી. અમને સારાં પર્યટકો જોઇએ જે સમય વિતાવે અને ગોવા અને તેની સુંદરતાનો આનંદ માણે. ગોવા બ્રાન્ડ સાથે કોઇ પણ રીતે સમજૂતી કરવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp