RTIમા ખુલાસોઃ રેલવેએ કેન્સલ ટિકિટથી 1536 કરોડની કમાણી કરી

PC: thebetterindia.com

તાજેતરમાં જ કરવામાં આવેલી એક RTIમા ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં એવી વાત સામે આવી છે કે, ઈન્ડિયન રેલવેને કેન્સલ કરવામાં આવેલી ટિકિટથી 1536 કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ કમાણી ફક્ત એક વર્ષની છે. RTI મુજબ ટિકિટ કેન્સલેશનની સામે પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવેલી રકમથી 2018-19મા ઈન્ડિયન રેલવેને 1536.85 કરોડની કમાણી થઇ હતી.

મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમને રેલ મંત્રાલયના રેલવે સુચના પ્રણાલી કેન્દ્રની અલગ-અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી. RTI અરજીમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેએ રિઝર્વેશન કેન્સલેશનથી 1518.62 કરોડ રૂપિયા અને અનરિઝર્વ્ડ ટિકિટ કેન્સલેશનથી 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp