રૂ.35ના ચક્કરમાં રેલવેને 2.43 કરોડ પાછા આપવા પડ્યા, આ શખ્સ 5 વર્ષ લડ્યો

PC: twitter.com

એડવોકેટ સુજીત સ્વામીએ જણાવ્યું કે એપ્રિલ 2017માં તેણે 2 જુલાઈના રોજ મુસાફરી કરવા માટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં કોટાથી નવી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. વેઇટિંગ લિસ્ટને કારણે તે મુસાફરી કરી શક્યો ન હતો. તેણે 765 રૂપિયાની ટિકિટ કેન્સલ કરાવી હતી.

એક કિસ્સામાં, IRCTCને 2 રૂપિયાના રિફંડ માટે 2.43 કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. એડવોકેટ સુજીત સ્વામીએ ટિકિટ રિફંડમાં મળેલી 35 રૂપિયાની ઓછી રકમ માટે 5 વર્ષ સુધી લડત આપી હતી. આ કારણે આનો લાભ 10 લાખ લોકોને લાભ મળ્યો. એડવોકેટ સુજીત સ્વામીએ જણાવ્યું કે, એપ્રિલ 2017માં તેણે 2 જુલાઈના રોજ મુસાફરી કરવા માટે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં કોટાથી નવી દિલ્હીની ટિકિટ બુક કરાવી હતી. વેઇટિંગ લિસ્ટને કારણે તે મુસાફરી કરી શક્યો ન હતો. તેણે 765 રૂપિયાની ટિકિટ કેન્સલ કરાવી હતી. કેન્સલ કરવા પર તેને 665 રૂપિયા રિફંડ મળ્યા. રેલવેએ તેમની પાસેથી 65 રૂપિયાને બદલે 100 રૂપિયા કાપીને તેમની પાસેથી સર્વિસ ટેક્સ તરીકે 35 રૂપિયાની વધારાની રકમ વસૂલ કરી હતી.

સુજીત સ્વામીએ સ્થાનિક મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, જુલાઈ 2017માં, તેમણે આ બાબતે એક RTI દાખલ કરી હતી અને માહિતી માંગી હતી કે, એવા કેટલા ગ્રાહકો છે, જેમની પાસેથી 35 રૂપિયા સર્વિસ ટેક્સ તરીકે કાપવામાં આવ્યા છે. તેના જવાબમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે, લગભગ 2 લાખ 98 હજાર ગ્રાહકો (10 લાખ લોકો) પાસેથી લગભગ 35 રૂપિયા પ્રતિ યાત્રી સર્વિસ ટેક્સ લેવામાં આવ્યા હતા.

સુજીતે જણાવ્યું કે, રેલ્વે મંત્રી અને PMને પત્ર લખીને તમામ ગ્રાહકોના પૈસા પરત કરવાની માંગ કરી છે. મે 2019ના રોજ, IRCTC દ્વારા સુજીતના બેંક ખાતામાં 33 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. તે આનાથી ખુશ નહોતો. તેમનું માનવું હતું કે IRCTCએ 35 રૂપિયાને બદલે માત્ર 33 રૂપિયા પરત કર્યા છે. સુજીતે 2 રૂપિયા રિફંડ મેળવવા માટે ફરીથી સંઘર્ષ શરૂ કર્યો. તેણે ફરીથી જુલાઇ 2019માં બીજી RTI દાખલ કરી તેના પોતાના રૂ. 2 પરત કરવાની તેમજ તમામ ગ્રાહકોને રિફંડની માંગણી કરી. ભારત સરકારના રેલવે મંત્રાલયના નાણાંકીય કમિશનર અને સચિવ, ડેપ્યુટી ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ, રેલવે બોર્ડ, IRCTC, નાણા મંત્રાલય (મહેસૂલ) વિભાગના સચિવ અને GST કાઉન્સિલ સુધી પહોંચ્યા.

સુજીતની પાસે IRCTC અધિકારીનો ફોન આવ્યો. તેમણે માહિતી આપી હતી કે, તમામ ગ્રાહકોના રિફંડને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમજ સુજીતના બેંક ખાતાની માહિતી પણ માંગી હતી. સુજીતના ખાતામાં રેલ્વે દ્વારા 2 રૂપિયાનું રિફંડ મળી ગયું હતું, ત્યારપછી સુજીતે પાંચ વર્ષની લાંબી લડત પૂરી કર્યા પછી આભાર માનવા માટે 535 રૂપિયા PM કેર ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp