ચોર યાત્રિઓથી રેલવે પરેશાન, લોકો 55 લાખના ચાદર, તકિયા ચોરી ગયા, જાણો શું થાય સજા

PC: travelomama.com

રેલ તમારી સંપત્તી છે. આવી ઘોષણાઓ આપણે રેલવે સ્ટેશન પર ઘણી વખત સાંભળી હશે. પણ તેનો મતલબ એ નથી કે, રેલવેનો સામાન આપણો છે અને આપણને જ્યારે મન થાય ત્યારે રેલવેનો સામાન ઘરે લઇ જઇ શકો. ટ્રેન દ્વારા મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધારે છે, જે મુસાફરી દરમિયાન મળનારા તકિયા, ચાદર અને બ્લેન્કેટને પોતાના માની લે છે અને તેને પણ પોતાના સામાનની સાથે લઇ જાય છે. ટ્રેનના એસી કોચમાં મળનારા તકિયા, ચાદર અને બ્લેન્કેટને પોતાની સાથે લઇ જનારા યાત્રિઓથી પરેશાન છે. યાત્રિઓની આ આદતના કારણે રેલવેને આ વર્ષે ઘણું મોટું નુકસાન થયું છે.

યાત્રિ ફક્ત ચાદર, બ્લેન્કેટ, ટુવાલ, તકિયા જ નહીં પણ ચમચી, કિટલી, નળ, ટોયલેટમાં લાગેલી ટોટીઓ, ત્યાં સુધી કે ફલ્શ પાઇપ પણ ચોરી જાય છે. લોકો રેલવેની રાષ્ટ્રીય સંપત્તિને પોતાની સંપત્તી માનીને આમ કરે છે, પણ તેના કારણે રેલવેને ભારે નુકસાન થાય છે. છત્તીસગઢના વિલાસપુર ઝોનની ટ્રેનોમાં લોકો રેલવેના સામાનની ચોરી કરી રહ્યા છે. વિલાસપુર અને દુર્ગથી ચાલનારી લાંબા અંતરની ટ્રેનોમાં બ્લેન્કેટ, ચાદર, તકિયાના કવર, નેપ્કિનની ચોરી સતત થતી રહે છે.

વિલાસપુર ઝોનથી ચાલનારી લાંબા અંતરની ટ્રેનોમાં ગયા ચાર મહિનામાં લગબગ 55 લાખ રૂપિયાના તકિયા, બ્લેન્કેટ, ચાદર, પિલોકવર, વગેરે ચોરી થઇ ગયા છે. અખબારમાં છપાયેલ અહેવાલ અનુસાર ગયા ચાર મહિનામાં લગભગ 55 લાખ, 97 હજાર, 406 રૂપિયાનો સામાન ચોરી થઇ ગયો છે. ચાર મહિનામાં 12886 નેપ્કિનની ચોરી થઇ છે, જેની કિંમત 559381 રૂપિયા છે. જ્યારે, એસીમાં મુસાફરી કરનારા યાત્રિઓએ 4 મહિનામાં 18208 ચાદર ચોરી કરી છે, જેના કારણે રેલવેને 2816231 રૂપિયાનું નુકસાન થયું છે. એ જ રીતે રેલવેના યાત્રિઓએ ચાર મહિનામાં 19767 પિલોકવર ચોરી કર્યા છે, જેના કારણે રેલવેને 1014837 રૂપિયાનું નુકસાન થયું છે. એ જ રીતે 2796 બ્લેન્કેટની ચોરીથી રેલવેને ચાર મહિનામાં 1171999 રૂપિયાનો ઝાટકો લાગ્યો છે. જ્યારે, 312 તકિયા ચોરી થવાથી રેલવેને 34956 રૂપિયાનો ચૂનો લાગ્યો છે.

રેલવેએ આ ચોરી પર કાર્યવાહી કરી છે. રેલવેએ મૂળ દરથી લગબગ 75 ટકાના દરના હિસાબથી ઠેકેદાર પર 41 લાખ 97 હજાર 846 રૂપિયાની પેનલ્ટી લગાવી છે. રેલવેએ ટ્રેનોમાં એસી અટેન્ડન્ટના કામ ઠેકેદારોને સોંપ્યા છે. આ ઠેકા કંપની દર ટ્રેન માટે બ્લેન્કેટ, ચાદર, તકિયા વગેરે ગણતરી સાથે આપવામાં આવે છે અને પાછા લેવામાં આવે છે. પણ ઠેકા કંપનીઓની લાપરવાહીના કારણે રેલવેના કારણે નુકસાન થઇ રહ્યું છે. કોચ અટેન્ડન્ટના કામનો ઠેકો લેનારી કંપનીઓ પોતાના કામ બરાબર નથી કરી રહી.

રેલવેનો સામાન ચોરી કરવો એ કાયદાકીય રૂપે ખોટી વાત છે. રેલવેનો સામાન ચોરી કરવો કે તેને નુકસાન પહોંચાડવા પર રેલવે પ્રોપર્ટી એક્ટ 1966 હેઠળ તમારા ઉપર કાર્યવાહી થઇ શકે ચે. રેલવેની પ્રોપર્ટીને ચોરી કરવી કે નુકસાન પહોંચાડવા પર દંડ અને જેલ બન્નેની સજા છે. તેના માટે અધિકતમ સજા 5 વર્ષની છે. જ્યારે, દંડ કોર્ટ નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp