રેલવે પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો લોન્ચ કરશે, જાણી લો ક્યારે

PC: livehindustan.com

ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસના નેટવર્કને વિસ્તારવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ સાથે રેલવે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો ચલાવવાની તૈયારી કરી રહી છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર BG માલ્યાના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો આ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે.

વંદે ભારતના સ્લીપર કોચ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનો ચલાવવાથી મુસાફરોને લાંબી મુસાફરી દરમિયાન રાહત મળશે. તેઓ આરામથી સૂઈને આરામથી તેમની યાત્રા પૂર્ણ કરી શકશે. પહેલી વંદે મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2024માં આવવાની ધારણા છે, પરંતુ તે આ કેલેન્ડર વર્ષમાં તૈયાર થઈ જશે. BG માલ્યાએ કહ્યું કે, બિન-વાતાનુકૂલિત મુસાફરો માટેની આ ટ્રેન આ વર્ષે 31 ઓક્ટોબર પહેલા શરૂ કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, ICF વંદે મેટ્રો પણ વિકસાવી રહી છે. વંદે મેટ્રો 12 કોચની ટ્રેન હશે, જેનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ માહિતી આપી હતી કે, મધ્યપ્રદેશના નીમચને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ મળશે. નીમચમાં જનતાને સંબોધતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, હવે આ રૂટ પર વંદે ભારત ચલાવવાનો સમય આવી ગયો છે. તમારા સાંસદ સુધીર ગુપ્તાએ આ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે.

અહીં તમને જણાવી દઈએ કે, વંદે ભારત એક્સપ્રેસ દેશભરના તમામ રેલ-ઈલેક્ટ્રીફાઈડ રાજ્યોમાં તેની સેવાઓ પૂરી પાડી રહી છે. થોડા દિવસો પહેલા રેલવેએ વંદે ભારત એક્સપ્રેસની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેનો દેખાવ બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. અત્યાર સુધી દેશમાં ચાલતી વંદે ભારત ટ્રેનનો રંગ સફેદ અને વાદળી છે.

રેલવેની ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ઉત્પાદિત નવી 8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ, નારંગી (કેસરી) અને રાખોડી રંગની છે. આ સિવાય વંદે ભારત ટ્રેનમાં ચિત્તાનો લોગો પણ બદલવામાં આવ્યો છે. 27 જાન્યુઆરી 2019ના રોજ, ટ્રેન 18 સેટનો ઉપયોગ કરતી સેવાઓનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું. વંદે ભારત ટ્રેનની પ્રથમ સેવા 15 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp