આ સમયે ભૂમિ પૂજનની આવશ્યકતા નહોતી, લોકોની માનસિક સ્થિતિ જુદી છેઃ રાજ ઠાકરે

PC: dnaindia.com

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શુક્રવારે કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં લેતા રામ મંદિર માટે આ સમયમાં ભૂમિ પૂજનના કાર્યક્રમને આયોજિત કરવાની જરૂરિયાત નહોતી અને તેને સ્થિતિ સામાન્ય થયા પછી આયોજિત કરી શકાતું હતું. રામ મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ 5 ઓગસ્ટના રોજ આયોજિત થઇ રહ્યો છે.

રાજ ઠાકરેએ ઈ-ભૂમિ પૂજનના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સૂચનને પણ ફગાવ્યું અને કહ્યું કે, ભૂમિ પૂજનનો કાર્યક્રમ મોટા ઉત્સાહની સાથે આયોજિત થવો જોઇએ. મનસે પ્રમુખે એક મરાઠી ચેનલને કહ્યું, આ સમયે ભૂમિ પૂજનની જરૂરિયાત નહોતી, કારણ કે હાલમાં લોકોની માનસિક સ્થિતિ ખૂબ જ અલગ છે. સ્થિતિ સામાન્ય થવા પર તેને બે મહિના પછી પણ આયોજત કરી શકાતે. તે સમયે લોકો આ કાર્યક્રમનો આનંદ પણ ઉઠાવી શકતે. ન્યાસના સભ્યો અનુસાર, રામ મંદિરનું નિર્માણ શરૂ કરવાના ઉદ્દેશથી ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રીની 5 ઓગસ્ટની અયોધ્યા મુલાકાત કરવાની આશા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસે અયોધ્યામાં ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કર્યા છે.

માયાવતીએ દલિત મહામંડલેશ્વરને બોલાવવાનું સમર્થન કર્યું.

BSP સુપ્રીમો માયાવતીએ દલિત મહમંડલેશ્વર સ્વામી કન્હૈયા પ્રભુનંદન ગિરિને અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના ભૂમિ પૂજનમાં આમંત્રિત કરવાનું સમર્થન કરતા શુક્રવારે કહ્યું કે, તેનાથી જાતિવિહીન સમાજ બનાવવાની બંધારીય હેતુ પર કંઇક અસર પડશે. માયાવતીએ ટ્વીટ કરી, દલતિ મહામંડલેશ્વર સ્વામી કન્હૈયા પ્રભુનન્દન ગિરિની ફરિયાદને ધ્યાનમાં રાખી જો અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ થનારા ભૂમિ પૂજન સમારોહમાં અન્ય 200 સાધુ સંતોની સાથે આમને પણ બોલાવી લેવામાં આવતે તો સારુ થયું હોત.

માયાવતીએ કહ્યું કે, એમ તો જાતિવાદી ઉપેક્ષા, તિરસ્કાર અને અન્યાયથી પીડિત દલિત સમાજને આ ચક્કરોમાં પડવાના સ્થાને પોતાના ઉદ્ધાર હેતુ શ્રમ અને કર્મમાં જ પોતાનું ધ્યાન આપવું જોઇએ. તો આ મામલામાં પણ આપણા મસીહા પરમપૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડરના દેખાડવામાં આવેલા માર્ગે ચાલવું જોઇએ, આ જ બહુજન સમાજવાદી પાર્ટીની તેમને સલાહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp