મહારાષ્ટ્રમાં એકલા લડશે ઠાકરે બ્રધર્સ, રાજ ઠાકરેએ કરી જાહેરાત, ઉદ્ધવ પણ..
લોકસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ ઠાકરે અને રાજ ટાકરે) આગામી વિધાનસભાની ચૂંટણીમાં એકલા લડવાની સંભાવના શોધી રહ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ લોકસભાની ચૂંટણીમાં NDAના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને શરત વિના સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે ગુરુવારે તેમણે મુંબઇમાં પાર્ટીની બેઠક બોલાવી અને તેમાં વિધાનસભાની ચૂંટણીમાં 200 થી 225 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
બીજી તરફ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાવાર ઉમેદવારોની સ્ક્રિનિંગ શરૂ કરી દીધી છે એટલે કે તેઓ પણ આખા રાજ્યમાં ચૂંટણી લડવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. લોકસભાની ચૂંટણીએ ઉદ્ધવ ઠાકરેનું મનોબળ વધાર્યું છે. હાલમાં જ સેના ભવનમાં આયોજિત એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ રાજ્યભરના પોતાના બધા સંપર્ક પ્રમુખો (કમ્યૂનિકેશન હેડ)ને એક રિપોર્ટ સોંપવા કહ્યું છે. સંપર્ક પ્રમુખોને પૂછવામ આવ્યું છે કે જો તેઓ લોકસભાના પરિણામોના આધાર પર સહયોગીઓ કે અપક્ષ સાથે વિધાનસભા ચૂંટણી લડે છે તો શું થશે?
આ પ્રકારે ઉદ્ધવ ઠાકરેએ એ વાત પર પણ રિપોર્ટ માગ્યો છે કે શું લોકસભાની ચૂંટણીમાં તેમના પોતાના ઉમેદવાર અને સહાયગી પાર્ટીના ઉમેદવારના પદાધિકારીઓએ એક સાથે કામ કર્યું હતું? જે ક્રાઇટેરિયાના આધાર પર આ રિપોર્ટ માગવામાં આવ્યો છે, તેની લિસ્ટ એક ન્યૂઝ ચેનલ પાસે છે. UBT સેના રાજ્યની બધી 288 વિધાનસભા સીટો પર સર્વે કરાવી રહી છે.
એ ક્રાઇટેરિયા જેના પર માગવામાં આવ્યો રિપોર્ટ:
લોકસભા ચૂંટણી 2024ની સીટ મુજબ શું પરિણામો આવ્યા છે?
શું બૂથ પ્રમુખો યાદી મુજબ ચૂંટાયા? કામ ન કરવાનું કારણ, જો કોઈ હોય તો?
શું મહાવિકાસ અઘાડી (MVA)માં સહયોગી પાર્ટીના કાર્યકર્તાઓએ UBT શિવસેનાના ઉમેદવાર માટે કામ કર્યું?
શું શિવસેના (UBT)ના પદાધિકારીઓએ MVA ઉમેદવારોના સમર્થનમાં કામ કર્યું?
શું તમારું વિધાનસભા ક્ષેત્ર, શિવસેના (UBT) માટે અનુકૂળ છે? જો હા, તો સંભવિત ઉમેદવાર કોણ હોવા જોઈએ?
સંભવિત જીતનું સમીકરણ શું હશે?
જો શિવસેના (UBT) કોઈ સાથે ગઠબંધન કર્યા વિના એકલી ચૂંટણી લડે તો શું થશે?
જો તમારી સીટ શિવસેના (UBT) માટે અનુકૂળ નથી તો કઈ પાર્ટીને સીટ આપવી જોઈએ? કોણ ઉમેદવાર બની શકે?
શું BLA એજન્ટ ચૂંટણી કાર્યાલયમાં રજિસ્ટર્ડ છે? શું તમારી પાસે ચૂંટણી પંચનું ઓળખ પત્ર છે? જો નથી, તો તેને તરત જ બનાવડાવો.
લોકસભા ચૂંટણી 2024ને લઇને સંક્ષિપ્ત બતાવો કે તમારો શું અભિપ્રાય છે?
લોકસભાની ચૂંટણીનું પરિણામ શું આવ્યું?
હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે એકલા હાથ 240 સીટ જીતી છે. કોંગ્રેસને 99 સીટો મળી છે. NDA ગઠબંધનને 293, INDA ગઠબંધનને 234 અને 16 સીટો પર અન્ય ઉમેદવર ચૂંટણી જીત્યા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહી કોંગ્રેસે સૌથી વધુ 13 સીટો પર જીત હાંસલ કરી છે, ભાજપ અને ઉદ્ધવ ગ્રુપ (UBT)એ 9-9 સીટો પર જીત હાંસલ કરી. શરદ પવાર ગ્રુપે 9 સીટ જીતી, શિંદે ગ્રુપે 7 અને અજીત પવાર ગ્રુપે એક સીટ પર જીત હાંસલ કરી છે. ભાજપે રાજ્યની 28 સીટો પર ચૂંટણી લડી હતી. શિંદેની આગેવાનીવાળી શિવસેનાએ 15 સીટો પર ચૂંટણી લડી હતી. મહારાષ્ટ્રમાં કુલ 48 સીટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp