વરરાજાએ તિલકમાં મળેલી દોઢ લાખની રકમ ઠુકરાવી દીધી, શગુનમાં લીધો માત્ર 1 રૂપિયો
રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગ્રામ પંચાયત ઓસિયાના નિવાસી ભીમસિંહની પુત્રી સોનિકા કંવરનું સિકર જિલ્લાના રાનોલીના રહેવાસી ભાજપા નેતા અજીતસિંહ શેખાવતનો પુત્ર અભિમન્યુ સિંહ શેખાવતની સાથે લગ્ન આયોજિત થયા હતા, જેમાં વધુ પક્ષ તરફથી વર પક્ષને 1,51,000નું તિલક આપવામાં આવ્યું હતું, જેને વર પક્ષે સમાજમાં ચાલતી આ કુપ્રથાને બંધ કરવાના સંકલ્પ સાથે પાછો આપીને 1 રૂપિયો અને નારિયેળ સ્વીકારીને સમાજને તિલક પ્રથા ખતમ કરવાનો બોધ આપ્યો હતો.
આ અવસરે સમસ્ત ગ્રામજનોએ તાળીઓ પાડીને વર પક્ષના લોકોનું અભિવાદન કર્યું હતું. વરના પિતા અજીતસિંહ શેખાવત તેમજ રાજેન્દ્ર સિંહ સિમારલા જાગીરે જણાવ્યું કે, વૈવાહિક સમારોહમાં વર પક્ષ તરફથી 2100 રૂપિયા તેમજ વધુ પક્ષ તરફથી 2100 રૂપિયા મહારાજા ગજસિંહ શિક્ષણ સંસ્થાન ઓસિયામાં રાજપૂત સમાજમાં મહિલા શિક્ષા માટે આપેલા કાર્યક્રમ દરમિયાન રાજપૂત સમાજના લોકોએ પુષ્પ વર્ષાની સાથે વરઘોડાનું સ્વાગત કર્યું હતું. લગ્ન સમારોહમાં સિકરના સાંસદ સ્વામી સુમેધાનંદ સરસ્વતી, પૂર્વ સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ પ્રેમ સિંહ બાઝોર હાજર રહ્યા હતા.
આવી જ એક ઘટના રાજસ્થાનના સિકરમાં ફેબ્રુઆરી મહિનામાં બની હતી. વર પ્રતાપ સિંહ રાઠૌડે વધુના પિતાને તિલકમાં આપવામાં આવેલી 2,51,000 લાખ રૂપિયાનું રકમ લેવા માટે ના કહીને યુવા પેઢી સમગ્ર એક મિસાલ ઉભી કરી હતી. દિવરાલાના અણત સિંહ ભવનમાં દુલ્હનના પિતા નવલ સિંહ શેખાવતે વર રાજા પ્રતાપ સિંહને શગુન તરીકે 2.51 લાખ રૂપિયા આપ્યા હતા,પણ પ્રતાપ સિંહે આ રકમને માથાથી લગાવીને સન્માન આ કહીને પાછી આપી દીધી હતી કે, હું આ વાતોમાં વિશ્વાસ નથી કરતો, ત્યારે વરરાજાએ કહ્યું કે, હું મારા પિતા રાજેન્દ્ર સિંહ રાઠૌડથી પ્રેરિત છું, તેમની શીખ પર ચાલીને જ તિલકની રકમ લેવા માટે ના કહ્યું છે.
આના પહેલા પણ જયપુરમાં એક વરરાજાએ તિલકની 11 લાખ રૂપિયાની રકમ પાછી આપીને સમાજને એક સંદેશ આપ્યો હતો. રાજસ્થાનના રાજપૂત સમાજ સહિત વિભિન્ન સમાજમાં આવી રીતના મામલાઓમાં ઝડપથી સામે આવી રહ્યા છે, જે સમાજને એક યોગ્ય દિશામાં લઇ જવા માટે મદદરૂપ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp